Three Youth Death in Palwal Accident: અવાર-નવાર અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના હરિયાણામાંથી સામે આવી છે. પલવલમાં અલગ-અલગ જગ્યાએ રોડ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલકો સામે ગુનો નોંધ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દીધા હતા.
નુહના ટેડ ગામના રહેવાસી પહલુએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો 20 વર્ષનો પુત્ર કૈફ મજૂરીકામ કરતો હતો. કૈફ ઉતરપ્રદેશમાં આવેલ મથુરા જિલ્લાના બિસંબારા ગામમાં તેની બહેનના સાસરે ગયો હતો. બિસંબારા ગામનો કૈફ જુહુરુ અને ફકરુ સાથે ઈકો કારમાં કોઈ અંગત કામ માટે દિલ્હી ગયો હતો. દિલ્હીથી પરત ફરતી વખતે હોડલ ડાબચીક પર્યટન સ્થળ પાસે તેમની કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માતના કારણે કૈફનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે જુહુરુ અને ફકરુ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
હાઇવે ક્રોસ કરતી વખતે કારે મારી ટક્કર
અકસ્માતની બીજી ઘટનામાં કેમ્પ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સત્યનારાયણના જણાવ્યા અનુસાર, નૂહ જિલ્લાના સતાવાડી ગામના રહેવાસી સંજય કુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો પિતરાઈ ભાઈ સુંદર કુમાર પલવલમાં રેડ રોક સિનેમા હોલની સામે પગપાળા હાઈવે ક્રોસ કરી રહ્યો હતો. તે જ સમયે એક કાર સુંદરને ટક્કર મારી હતી.
ટક્કર માર્યા બાદ કાર ચાલક કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘાયલ સુંદરને સારવાર માટે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેની હાલત નાજુક હોવાથી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં સુંદરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube