એકસાથે ડબલ મર્ડરથી હચમચી ઉઠ્યું દિલ્હી -બે મહિલાઓની ગોળી મારીને કરી નિર્મમ હત્યા

Delhi Double Murder Case: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં બદમાશો નિર્ભય હોય તેવું લાગી રહ્યું છે. રાજધાની દિલ્હી માંથી એક ડબલ મર્ડરની ઘટના (Double Murder case)…

Delhi Double Murder Case: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં બદમાશો નિર્ભય હોય તેવું લાગી રહ્યું છે. રાજધાની દિલ્હી માંથી એક ડબલ મર્ડરની ઘટના (Double Murder case) પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં બે મહિલાઓના મોત (Two women died)થયા છે. બદમાશોએ બંને મહિલાઓને ગોળી મારી દીધી છે. જોકે, ગોળી મારનાર બદમાશોની ઓળખ થઈ નથી.

મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હીના આરકે પુરમ વિસ્તારની છે. ફાયરિંગની આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. આ ઘટના બાદ આરકે પુરમની આંબેડકર બસ્તીમાં સનસનાટી મચી ગઈ હતી. દિલ્હીના દક્ષિણ પશ્ચિમ ડીસીપી મનોજે જણાવ્યું કે આરકે પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકર બસ્તી વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ બે મહિલાઓની ગોળી મારીને હત્યા કરી દીધી.

તેમણે જણાવ્યું કે મૃતકોની ઓળખ પિંકી (ઉંમર વર્ષ 30) અને જ્યોતિ (ઉંમર વર્ષ 29) તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો બંને યુવતીના ભાઈની શોધમાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પૈસાની લેવડ-દેવડનો મામલો હોવાનું જણાય છે. હાલ મામલો નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ ફાયરિંગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બે જૂથો વચ્ચેના વિવાદને કારણે બની હતી. ગોળીબાર બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી અને બાદમાં ગોળી વાગવાથી બે મહિલાઓના મોત થયા હતા. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સવારે 4.40 વાગ્યે કોલ આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું કે બે બહેનોને ગોળી વાગી છે. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે જ્યોતિ અને પિંકી નામની બે મહિલાઓને ગોળી વાગી છે. બંનેને એસજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે જ સમયે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને શોક વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *