હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આની સાથે-સાથે જ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી હાલમાં ફરી એકવાર હત્યાના બનાવને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે.
સુરત શહેરમાં આવેલ પાંડેસરા હાઉસિંગમાં મોડી રાત્રે એક યુવાનને જાહેરમાં જ ચપ્પુના 5 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. મૃતક હાર્દિક ગોંડ મહારાષ્ટ્રનો રહેવાસી હતો તેમજ મજૂરીકામ કરીને ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
ભાઈની હત્યાનાં કેસમાં ફસાયેલ માથાભારે ઇસમે કેટલાક મહિનાઓ અગાઉ મૃતકના ભાઈ મનોજને પણ જાહેરમાં હત્યા જ કરી દેવામાં આવી હતી. આટલું જ નહીં પણ ઘરમાં તલવાર લઇને ઘુસી ગયેલ માથાભારેની વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ લેવાને બદલે ઉપર-નીચે ધક્કા ખવડાવ્યા હોવાનું પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
જોકે, હાર્દિકની હત્યા કરવાં પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલમાં પાંડેસરા પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસની તપાસ કર્યાં બાદ જ હવે ચોક્કસ કારણની જાણ થઈ શકશે.
મોટાભાઈને નાનો ભાઈ લોહીના ખોબોચિયામાં મળ્યો :
મનોજ ગોંડ (મૃતક હાર્દિકનો ભાઈ) જણાવે છે કે, ઘટના ગુરુવારની રાતની છે. હું નોકરી પરથી આવ્યા પછી ભોજન કરવા માટે બેઠો હતો. એટલામાં જ મિત્રનો ફોન આવ્યો હતો. તારા ભાઈને વાગ્યું છે જલ્દી આવ, એટલે હું દોડીને પાંડેસરા હાઉસિંગમાં પહોંચ્યો તો જ્યાં મારો ભાઈ એક અનાજ-કરીયાણાની દુકાનની બાજુમાં ઇજાગ્રસ્ત અવસ્થામાં તેમજ લોહીના ખાબોચિયામાં પડેલો જોવા મળ્યો હતો.
સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો :
તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ભાઈ હાર્દિકને સારવાર અર્થે સિવિલમાં લઈ આવતા ત્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો જણાવતાં કહે છે કે, હાર્દિક પર હુમલો 2 ટપોરી તેમજ માથાભારે ઈસમો સહિત કુલ 4-5 લોકોએ કર્યો હતો. ઉપરા-ઉપરી 4-5 ઘા મારીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
પહેલાં પણ માથાભારેએ નજીવી બાબતે મારી ઉપર હુમલો કર્યો હતો. ત્યારપછી તલવાર લઈને ઘરમાં ઘૂસી ગયો હતો. આ સમયે પોલીસે ફરિયાદ લઈને કડક કાર્યવાહી કરવાને બદલે મને ધક્કા ખવડાવ્યા હતા. જેને લઈ હાલમાં મારા ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. અમે સામાન્ય પરિવારના છીએ તેમજ આર્થિક રીતે ઘરને મદદરૂમ થતા ભાઈની હત્યાને લઈ પરિવાર શોકનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle