આજના કળયુગી સમયમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં રાધે-કૃષ્ણ મંદિરના પૂજારીના પુત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આરોપ છે કે તેણે 6 વર્ષ સુધી તેની નોકરાણીને પ્રેમજાળમાં ફસાવીને જાતીય શોષણ કર્યું હતું. આ ઉપરાંત આરોપીએ પીડિતા સાથે મંદિરમાં સાત ફેર ફર્યા વગર લગ્ન પણ કર્યા અને હવે છૂટાછેડા માટે તેના પર દબાણ કરે છે, જેની ફરિયાદ લઈને પીડિત મહિલા સીડબ્લ્યુસીના હવાલે આવી અને તેણે તેની સાથે બનેલી બધી દુર્ઘટના સંભળાવી. હાલ સીડબ્લ્યુસીના આદેશ પર પોલીસે 7 લોકો સામે એફઆઈઆર નોંધી છે.
પીડિતાએ જણાવ્યું હતું કે, તે આરોપીના ઘરે કામ પર જતી હતી અને થોડા મહિના પછી પુજારીના પુત્રએ તેની સાથે જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. લગભગ 6 વર્ષ સુધી પુજારીના પુત્રએ ‘મહાપાપ’ કરવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ વર્ષ 2019માં, બંનેના લગ્ન થયા અને લગ્ન પછી તેને 6 મહિના ભાડાના મકાનમાં રાખી અને ત્યારબાદ દહેજના નામે તેના માતા-પિતા પાસેથી વારંવાર પૈસા માંગ્યા. જ્યારે તેઓ પાસે પૈસા પુરા થઈ ગયા ત્યારે તેમના પર છૂટાછેડા માટે દબાવ કરવામાં આવ્યો.
સીડબ્લ્યુસીના અધ્યક્ષ પદ્મા રાનીએ કહ્યું કે, 18 માર્ચ 2020ના રોજ પીડિતાએ અમારી ઓફિસમાં ફરિયાદ કરી હતી કે રાધા કૃષ્ણ મંદિરમાં 2012થી ભાડાના મકાનમાં રહેતી હતી. સતિષ શર્મા પંડિતનો પરિવાર પણ આ જ મંદિરના ઉપરના ભાગમાં રહે છે. જ્યારે તે ભાડે રહેતી હતી ત્યારે પીડિતા હજી સગીર હતી. ત્યારે આરોપીના પરિવારે તેના ઘરે કામ કરવા માટે 5 હજારમાં રાખી હતી. 2 મહિના કામ કર્યા બાદ પણ આરોપીના પરિવારજનોએ તેને પૈસા આપ્યા ન હતા, તેથી આ દરમિયાન સતિષ શર્માનો પુત્ર યુવતી સાથે પ્રેમની વાતો કરવા માંડ્યો. ત્યારબાદ તેણે તેની સાથે જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું.
પદ્મા રાનીએ જણાવ્યું હતું કે, આરોપીએ યુવતી પાસે મજૂરોની જેમ કામ કરાવ્યું અને તેનો અભ્યાસ છોડાવ્યો. જ્યારે પણ સમય મળતો, ત્યારે પૂજારીનો પુત્ર યુવતી પર બળાત્કાર ગુજારતો હતો. જ્યારે પીડિતાના પરિવારજનોને આ અંગે જાણ થઈ ત્યારે પરિવારે યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી. 2019માં મંદિરમાં બોલાવ્યા તો યુવક એકલો આવ્યો અને વરમાળા પહેરાવીને તે યુવતી સાથે લગ્ન કરી લીધા. તે પછી, તે યુવતી સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, યુવતી સાથે લગ્ન થયા ન હતા, કોઈ ફેર અને મંત્રનો જપ કરવામાં આવ્યો નથી. ત્યારબાદ તે તેની સાથે ઝઘડો કરતો હતો અને દહેજના નામે લાખો રૂપિયા માંગતો હતો. પીડિતાના પિતાએ છોકરાને આશરે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. પદ્મા રાનીએ કહ્યું કે, જ્યારે તેના પર જાતીય શોષણ કરવામાં આવ્યું ત્યારે તે સગીર હતી, પરંતુ હવે તે પુખ્ત વયની છે. ત્યારબાદ સીડબ્લ્યુસીએ પોલીસ સ્ટેશનને આરોપી સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. પોલીસે 7 લોકો સામે દહેજનો કેસ નોંધ્યો હતો. આ ઘટના હરિયાણાના પાનીપતમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.