Vadodara municipal corporation bans on panipuri: વડોદરા શહેરમાં આજ થી 10 દિવસ માટે પાણીપુરી મળશે નહીં. શહેરમાં 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા મનપાના(Vadodara municipal corporation bans on panipuri) આરોગ્ય વિભાગ દ્વારા આજે આ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પાણીપુરી વેચનારાઓને મનપાએ આજે સૂચના આપી છે.
જો પાણીપુરી વેચશે તો મનપાની ટીમ બંધ કરાવશે. પાણીજન્ય રોગચાળો વકરતા મનપાએ મોટો નિર્ણય લીધો છે. ગઈ કાલથી જ પાણીપુરીના વેચાણ સ્થળે મનપાએ દરોડા પાડ્યા હતા. ગઈકાલના દરોડા બાદ આજે મનપાએ મોટો નિર્ણય લીધો છે.
View this post on Instagram
ચેકિંગની કામગીરી 10થી 15 દિવસ ચાલશે
આ અંગે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે, વડોદરામાં પાણીજન્સ રોગોના કેસ માં ઘણો વધારો થયો છે. તેથી કમિશનરની સૂચના હતી કે આવા વિસ્તારોમાં પાણીપુરીનું વેચાણ ન કરવામાં આવે અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. ગઇકાલથી આ માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરી 200 કિલોગ્રામ જેટલી અખાધ વસ્તુઓ જેમ કે, ચટણી, બટાકાનો નાશ કર્યો છે. આવનારા 10થી15 દિવસ આ પ્રકારની કામગીરી ચાલશે.
પાણીજન્ય રોગચાળા વિશે શું કહ્યું?
હાલ વધી રહેલા પાણીજન્ય રોગચાળા ના વિશે પૂછતાં તેમણે કહ્યું છે કે, આરોગ્ય વિભાગ પહેલાંથી જ ખાદ્ય વસ્તુઓની ચેકિંગ ચાલુ કરી દીધી છે. જો લાયસન્સ વગર અને અખાદ્ય વસ્તુઓની વેચાણ થતું હોય તો તેમને નોટિસ પણ આપવામાં આવે છે. ઘણી દુકાનોને બંધ કરવામાં પણ આવી છે. તેમણે કહ્યું કે, બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ જણાશે તો તેની સામે કડક પગલાં પણ લેવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube