ફેમસ થવાના ચક્કરમાં ક્યાંક જીવ ન ગુમાવવો પડે! સુરતમાં ચાલુ બાઇકે ખુલ્લાં હાથે સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ

Bike stunt viral video in surat: આજકાલ નું યુવાધન સ્ટંટના રવાંડે ચઢી ગયું છે,લોકો ફેમસ થવા માટે ઘણા નવા કાવત્ર કરતા રહે છે. તેમાં હાલ…

Bike stunt viral video in surat: આજકાલ નું યુવાધન સ્ટંટના રવાંડે ચઢી ગયું છે,લોકો ફેમસ થવા માટે ઘણા નવા કાવત્ર કરતા રહે છે. તેમાં હાલ સુરતમથી એક ઘટના સામે આવી છે. તેમાં એક યુવાન બાઈક પર સ્ટંટ કરતો જોવા મળે છે.રોડ પર ખતરનાક સ્ટંટ કરવો જીવલેણ પણ બની શકે છે. તેમાં યુવકનો બાઈક પરનો જોખમી સ્ટંટનો(Bike stunt viral video in surat) વીડિયો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવક ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે.

ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરી રહ્યો છે યુવક
સુરતમાં અનેકવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ પણ થાય છે. ત્યારે આજે ફરી એક વાર સુરતમાંથી બાઈક સ્ટંટનો વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવક જોવા મળી રહ્યો છે. આ યુવક ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે. યુવક બાઈક પર ઉભા રહીને સ્ટન્ટબાજી કરી રહ્યો છે. આ યુવક પોતાનો તો જીવ જોખમમાં મુકી જ રહ્યો છે, સાથે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકી રહ્યો છે.

પોલીસે હાથ ધરી તપાસ
આ વીડિયો પારલે પોઈન્ટ વિસ્તારોનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતાં પોલીસે આ વીડિયોના આધારે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા માટે અનેક ચક્રોગતિમાન કર્યા છે.

અમદાવાદમાં પણ વાયરલ થયો હતો આવો વીડિયો
હાલમાં જ અમદાવાદમાં પણ જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. મણિનગર રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીક બાઈક ચાલક ઉભો થઈને બાઈક ચલાવતો હતો. વીડિયો વાયરલ થયા પછી પોલીસે ગઈકાલે જ યુવકની ધરપકડ કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *