ગુજરાતમાં પાંચમાં વિદ્યાર્થીનું મોત- શરુ પરીક્ષાએ જ ધોરણ 10નો દિવ્યાંગ વિદ્યાર્થી ઢળી પડ્યો

ગુજરાત(Gujarat) રાજ્ય માં બોર્ડ ની પરીક્ષા(board exams) ચાલુ થતા એક પછી બાળકો ના મોત ના સમાચાર સામે આવી રહ્યા છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ તેમાં કંઈક આવું જ છે. આ 16વર્ષ ના બાળકનું નામ સ્નેહલ છે અને તે ખેડા(Kheda) જિલ્લામાં માતર તાલુકાના લીંબાસી(Limbassi) ની નવચેતન સ્કુલ(Navchetan school) માં ધોરણ 10 ની વિજ્ઞાનની વિષયની પરીક્ષા આપતો હતો.

સ્નેહલને ચાલુ પરીક્ષાએ છે હૃદયરોગનો(heart attack) હુમલો આવી ગયો. ક્લાસ રૂમમાં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને ત્યાં સુપરવાઇઝર રહેલા ટીચર પણ ગભરાઈ ગયા. ત્યારબાદ તેને તાત્કાલીક 108 માં લઇ જવામાં આવ્યો અને ખેડા સિવિલ હોસ્પિટલમાં(Kheda Civil Hospital) ખસેડવા માં આવ્યો. ત્યારબાદ ખેડા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

સ્નેહલ માતર તાલુકાના માલાવાડા ખાતે રહેતો હતો અને તે ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો. હાલમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે સ્કુલ માં ગયો હતો. અને તે સ્કૂલ ના પરીક્ષાખંડમાં તેને હાર્ટ એટેક આવ્યો હતો.

લીંબાસી પોલીસના પીએસઆઇ(PSI) ઇન્ચાર્જ આકાશ ચૌધરીએ(Akash Chaudhary) કહ્યું હતું કે આ છોકરાને વાય કયારેક આવતી હતી જેથી પરીક્ષા સંકુલની બહાર તેની માતા બેસતી હતી. ઉપરાંત આકાશ ચૌધરીએ જાણકારી આપી હતી કે આ કેસ અંગે હજુ કોઇ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *