25 વર્ષીય દિવ્યાંગ દીકરીને છેલ્લા 10 વર્ષથી ઉકરડા જેવી રૂમમાં ગોંધી રાખી- ભાવનગરની આ ઘટના હ્રદય કંપાવી દેશે

રાજ્યમાં અવારનવાર છેડતી વગેરે ઘટનાઓ બનતી હોય છે.રાજ્યમાં હવસખોરો જ નહિ પરંતુ દીકરીના પરિવાર વાળા પણ દીકરી પર અત્યાચાર કરતા હોય છે.એવો જ એક કિસ્સો ભાવગનરનો સામે આવ્યો છે.ભાવનગરના 1 પરિવારે છેલ્લા 10 વર્ષથી તેમની દિવ્યાંગ દીકરીને રૂમમાં પૂરી રાખવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હંગામો મચી ગયો હતો. આ ઘટનાની  તપાસ કરવા ભાવનગરની અભયમ ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે અભયમ ટીમ દ્વારા દિવ્યાંગ યુવતીને મુક્ત કરાવી અને તેના માતા-પિતાને સલાહ સુચન આપવામાં આવ્યું.

મળતી માહિતી અનુસાર, ભાવનગરની અભયમ ટીમને 1 ફોન આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે,તળાજાના 1 ગામમાં 1 પિરવારે તેમની 25 વર્ષની યુવાન દીકરીને છેલ્લા 10 વર્ષથી 1 રૂમમાં બંધ રાખી છે અને જમવાનું પણ આપતા નથી. ફોન આવ્યા બાદ અભયમ ટીમ ઘટના સ્થળ પર પોહચી હતી. જ્યાં અભયમ ટીમ દ્વારા 25 વર્ષીય યુવાન દીકરીના માતા-પિતાને તેમની દીકરીને રૂમમાંથી બહાર કાઢવા જણાવવામાં આવ્યું. પણ યુવાન દીકરીના માતા-પિતા તેના રૂમનો દરવાજો ખોલવા તૈયાર પણ ન હતા. જે પછી અભયમ ટીમે કાનૂની કાર્યવાહી કરવાનું કહેતા તેમણે અંતે દરવાજો ખોલ્યો હતો.

ત્યાારબાદ રૂમની અંદરના દ્રશ્યો જોતા અભયમ ટીમ પણ ચોંકી ગઈ હતી.જ્યાં સામન્ય માણસ ઉભો ના રહી શકે તેવા ઉકરડા જેવા રૂમમાં આ પરિવારે તેમની યુવાન દીકરીને છેલ્લા 10 વર્ષથી બંધ રાખી હતી. ત્યારપછી અભયમ ટીમ દ્વારા યુવાન દીકરીના માતા-પિતાની પુછતાછ કરવામાં આવી. જેમાં તેમણે કહ્યું હતું કે, બાળપણમાં પડી જવાથી તેમની દીકરી શારિરીક રીતે વિકલાંગ બની હતી. ત્યારે યુવાન દીકરીને એકલી ન મુકવા તેમણે છેલ્લા 10 વર્ષથી તેમની 25 વર્ષીય દીકરીને ઉકરડા જેવા રૂમમાં કેદ કરી હતી.

દિવ્યાંગ યુવતીના માતા-પિતાએ જણાવ્યું કે, જ્યારે અમે ખેતરમાં કામ કરવા જઈએ, ત્યારે અમે અમારી આ દીકરીને એકલી કેમ મુકી શકીએ. જો તેને એકલી મુકી હોય અને તેની સાથે કંઇક અઘટિત ઘટના બને તેના ડરથી અમે તેને પુરીને રાખતા હતા.હકિકત જાણ્યા બાદ અભયમની ટીમે યુવતીના માતા-પિતાને તેમની યુવાન દીકરીને ખુલ્લા વાતાવરણમાં રાખવા અને તેના માતા પીતાને ધ્યાન રાખવા સમજાવવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *