રાજસ્થાન(Rajasthan)ની રાજધાની જયપુર(Jaipur)માં માતા-પિતાની ક્રુરતાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દંપતિએ તેમના 6 અને 10 વર્ષના બાળકોને ઊંધા લટકાવીને સાંકળોથી બાંધીને તાળું(Parents tied the children with chains) લગાવી દીધું છે. બાળકોની તોફાનથી પરેશાન માતા -પિતાએ બાળકોને સાંકળોથી બાંધી દીધા એટલું જ નહીં પણ ઘરમાં બંધ કરી કામ પર ચાલ્યા ગયા. માસૂમ બાળકો આઠ કલાક સુધી પીડાઈ રહ્યા હતા અને ચીસો પાડતા રહ્યા. બાળકોનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેણે ઘરમાં જઈને જોયું ત્યારે આ સમગ્ર ઘટના સામે અવી હતી.
વાસ્તવમાં આ કિસ્સો જયપુરના મુરલીપુરા(Murlipura) વિસ્તારનો છે. શનિવારે સાંજે જ્યારે પડોશીઓએ અહીં બાળકોની આ હાલત જોઈ ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ અંગે તરત જ એનજીઓ(NGO) અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકોના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે તે ત્યાં પહોચ્યા ત્યારે પોલીસે તેને ઉગ્ર ઠપકો આપ્યો હતો. પોલીસ અને લોકોની વાત સાંભળ્યા બાદ બાળકોની માતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે જો તમે તોફાન કરશો તો તમને આ રીતે મારવામાં આવશે. એટલું જ નહીં, તેણે લોકોને ધમકી પણ આપી અને કહ્યું – મારા બાળકો છે, હું જે ઈચ્છું તે કરી શકું છું. આ બાળકોને બાળ કલ્યાણના લોકોએ બચાવી લીધા હતા. સાથે જ પોલીસે માતા-પિતાને કસ્ટડીમાં લીધા છે.
માતા-પિતા બાળકોને સાંકળથી બાંધીને ચાલ્યા જાય છે કામ પર:
પડોશીઓએ જોયું કે બાળકોની ચીસો સંભળાઈ રહી છે. જે બાદ પડોશના લોકોએ એનજીઓને જાણ કરી હતી. જ્યારે એનજીઓની ટીમ પોલીસ સાથે મુરલીપુરા પહોંચી ત્યારે તેઓને જોઈને આશ્ચર્ય થયું. એક 6 વર્ષનો અને બીજો 10 વર્ષનો બાળકને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. તેમને સાંકળોથી બાંધતા પહેલા બંનેને માર પણ મારવામાં આવ્યો હતો અને પછી તેમના પગમાં લોખંડની સાંકળોથી બાંધીને લટકાવવામાં આવ્યા હતા. બંને બાળકો ખુબ જ પીડાથી રડી રહ્યાં હતાં. માતાપિતા પણ તાળું મારીને ચાવી તેમની સાથે લઇ ગયા હતા. એનજીઓએ બંનેને સાંકળોથી ખોલીને મુક્ત કર્યા હતા.
દરરોજપ પોતાના બાળકને બાંધીને ચાલ્યા જાય છે:
પાડોશીઓએ મુરલીપુરા પોલીસને જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી ઘરમાંથી ચીસો અને રડવાનો અવાજ આવી રહ્યો હતો. બંને બાળકોને ઢોર માર મારવામાં આવે છે. ત્યારબાદ માતા-પિતા તેમને રૂમમાં બંધક બનાવીને ચાલ્યા જાય છે. બંને બાળકોના માતા -પિતા મજૂરી કામ કરે છે. તેઓ બંને કામ પર જાય છે અને બંને બાળકો આખો દિવસ રૂમમાં ભૂખ્યા-તરસ્યા રહે છે.
માતા-પિતાને જોઈને બાળકો ડરી ગયા
જ્યારે બાળકોના માતા-પિતા ત્યાં પહોંચ્યા તો બાળકો તેમને જોઈને ડરી ગયા હતા. સાથે જ પોલીસે માતા-પિતાને કસ્ટડીમાં લીધા છે. પોલીસે બંને બાળકોનું મેડિકલ કરાવ્યું ચેકઅપ કરાવ્યું છે. તેના અન્ય સંબંધીઓને પણ બોલાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.