સુરત (Surat) : ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં વરીયાવથી ઉત્તરાણ જતા રોડ પર આવેલા કોરીવાડ ગામ પાસે આ અકસ્માતની ઘટના સર્જાય હતી. વરીયાવથી ઉત્તરાણ જતા રોડ પર એક પતિ-પત્ની બાઈક પર જઈ રહ્યા હતા અને ત્યારે એક ટેન્કર ચાલકે તેમને અડફેટ મારી હતી. આ ઘટનામાં બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જાતા તરત જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યાર બાદ લોકોએ આ ઘટના વિષે પોલીસને જાણ કરી અને પોલીસ તરત જ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી. મળેલી માહિતી અનુસાર અકસ્માતમાં સુરેશભાઈ કનુભાઈ રાઠોડ (50 વર્ષ) અને ગૌરીબેન રાઠોડ (45 વર્ષ) નું મોત થયું છે. મૃત્યુ પામેલા સુરેશભાઈ રાઠોડ પોતાના પરિવાર ઓલપાડ તાલુકામાં આવેલા જોથાણ ગામના હળપતિ વાસમાં રહેતા હતા.
મળેલી માહિતી અનુસાર સુરેશભાઈ તેમની પત્ની અને પડોશમાં રહેતા ચાર વર્ષના બાળકને સાથે લઈને સુરતમાં આવેલા અમરોલી વિસ્તારમાં ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી આવી રહેલા ટેન્કરે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલું જોરદાર હતું કે ટક્કર માર્યા બાદ ટેન્કર ચાલકે 60 ફૂટ સુધી ઘસીને પોતાની સાથે બાઈક પર સવાર સુરેશભાઈ અને તેમની પત્નીને લઈ ગયો હતો.
આ કાળજુ કંપાવી દેનારા અકસ્માતમાં સુરેશભાઈ અને તેમની પત્ની ગોરીબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે આ અકસ્માતમાં પડોશીના ચાર વર્ષના દીકરાનો ચમત્કારી બચાવ થયો હતો. એક સાથે પરિવારના બે લોકોના મોત થવાથી પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં માતમ છવાય ગયો છે. પ્રતિ માહિતી અનુસાર સુરેશભાઈના દીકરાના ત્રણ મહિના બાદ લગ્ન થવાના હતા.
સુરેશભાઈ તેમની પત્ની ગૌરી સાથે લગ્નની ખરીદી બાકી હોવાથી બાઈક પર સુરતનામાં આવેલા અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. અને ત્યારેજ તેમને રસ્તામાં તેમને કાળભળખી ગયો હતો. દીકરો ઘોડીએ ચડે તે પહેલા જ માતા પિતાની અર્થી ઉઠતા સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પણ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને ટેન્કર ચાલકને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસને ઘટનાની જાણ મળ્યા તરત જ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.