કોરોના (Corona) ને કારણે, કેટલાય માતા પિતાએ સંતાનો ગુમાવ્યા છે, કોઈએ પિતા ગુમાવ્યા છે, તો કોઈ આખા પરિવારને જ ગુમાવી દીધો છે. હાલ કોરોનાવાયરસમાં મૃત્યુ પામેલા માતાપિતાના સંતાનોને આર્થિક સહાય (subvention) મળી રહી છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં કોરોનામા નાની ઉંમરે નોંધારા થયેલા બાળકો ને, આર્થિક વળતર આપવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજના ( PM CARES for children scheme) અંતર્ગત, કોરોના કાળમાં માતા-પિતા બન્નેને ગુમાવનાર બાળકોને દસ લાખ રૂપિયાની મદદ મળી રહી છે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે ૫૨ જેટલાં બાળકોને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમાંના એક પાલક પિતાએ જણાવ્યું હતું કે, ‘કોરોના મૃત્યુ પામેલા મારા ભાઈ ભાભીનું સપનું આજે પૂરું થયું છે.’ દિનેશભાઈ સવાસડિયાએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વડાપાવની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવું છું. કોરોના મારા માતા-પિતા અને ભાઈ-ભાભીને ભરડામાં લઇ લીધા હતા, જેના કારણે તેમનું નિધન થયું હતું. એટલે આટલા મોટા પરિવારમાં કમાનારો હું એક જ હતો. મારા ભાઈને અઢી વર્ષનો દીકરો છે, અને એક દસ અને બીજી બાર વર્ષની બે દીકરીઓ પણ છે. ત્રણેય બાળકોનું ભરણપોષણ હું જ કરું છું.’
ત્યારે સરકાર દ્વારા, માથા દીઠ ૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય દિનેશભાઈને કરવામાં આવી હતી, જેના કારણે બાળકોના શિક્ષણની સાથે સાથે દરેક રીતે મદદ માટે પહોંચી વળે. દિનેશભાઈ વધુમાં કહેતા જણાવે છે કે, પ્રધાનમંત્રીએ બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે, અને અમને મોટી રાહત આપી છે.
રાજકોટ શહેરના કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવતા કહ્યું હતું કે, અમે આ દરેક પરિવારજનોને તથા માતા-પિતા ગુમાવનારા દરેક બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ દરેક બાળકોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને તે માટે અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. સાથોસાથ આ દરેક બાળકોના વાલીઓને અન્ય કોઈ તકલીફ પડે, તો સીધો અમારો સંપર્ક કરવા જણાવ્યું હતું.
યોજના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બાળક ૨૩ વર્ષનું થાય ત્યાં સુધીમાં દસ લાખ રૂપિયાની રકમ સરકાર તરફથી મળશે. સાથોસાથ શાળાના સંચાલકોને પણ અપીલ કરવામાં આવશે, કે આ બાળકોની શિક્ષણ ફીમાં પણ રાહત મળે. પ્રધાનમંત્રીની યોજના ની સાથે સાથે, મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ બાળકોને દર મહિને 4000 રૂપિયા મળે, તેવું આયોજન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.