પરેશ ધાનાણીએ CM રૂપાણીને ગણાવ્યા મલાઈ ખાતા હવાલદાર, PM મોદીને ચોરી કરતા ચોકીદાર…

Published on: 2:29 am, Mon, 19 November 18

છેલ્લા છ માસથી ગુજરાતમાં મગફળી કૌભાંડ ની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. પ્રજા કે કોંગ્રેસ દ્વારા ભાજપને આ અંગેનો સવાલ કરવામાં આવે ત્યારે તેઓ તરત જ બેકફૂટ પર ધકેલાઈ જાય છે. કોંગ્રેસના નેતાઓ પણ ભાજપની આ  નબળી કડી પારખી ગયા હોય તેમ દિન પ્રતિદિન નિવેદનો આપતા હોય છે. ભાજપના નેતાઓ દ્વારા આજ દિન સુધી મગફળી કાંડ બાબતે હકીકત સ્વીકારવામાં નથી આવી. પરંતુ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકરાર કર્યો હતો કે મગફળી ખેડૂતને મગફળી ના કૌભાંડ લીધે સરકારને અને ખેડૂતોને નુકસાન થયું છે. આગળ આવું ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે.

નિવેદન બાદ તુરંત જ ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી એ પોતાના ઓફિશિયલ ટ્વીટરમાં અને ફેસબુકમાં આ મુખ્યમંત્રીના નિવેદન ના વીડિયોને મૂકીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પાર આકરા વાક્બાણ ચલાવ્યા હતા. ધાનાણીએ પોસ્ટમાં લખ્યું, હતું કે, “””આધુનિક બહારવટિયા”” રાફેલમાં રમત અને મગફળીકાંડમાં મલાઇ તારવીને પ્રજાનાં પરસેવાની કમાણીને ઉઘાડે છોગે લુંટનારા “રાજ્યનાં હવાલદાર” તથા “રાષ્ટ્રનાં ચોકીદાર” બંને ચોર છે.., શું આજે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં હવે આધુનિક બહારવટિયાઓનું રાજ ચાલી રહ્યું છે..? .”


આ ટ્વીટ બાદ તુરત જ ધાનાણી એ તુરંત બોઇજી ટ્વીટ કરી હતી અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ દ્વારા આ ભ્રષ્ટાચાર બાબતે સ્વતંત્ર તાપસ થવી જોઈએ અને રૂપાણીએ રાજીનામુ આપી દેવું જોઈએ તેવી માંગ કરી હતી.

કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી છુટા છવાયા કાર્યક્રમો આપીને રાફેલ સ્કેમ, મગફળી કૌભાંડ બાબતે વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે પરંતુ તેમને કોઈ ધારી સફળતા મળી નથી.