વિડીયો: ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કહ્યું લોખંડનો ભંગાર, બચાવમાં કહ્યું ભાજપે લખ્યું છે એ જ બોલ્યો…

Published on: 2:21 pm, Wed, 20 February 19

ગુજરાત વિધાનસભામાં વિધાનસભાનું પાંચ દિવસીય સત્રના ત્રીજા દિવસે ગૃહમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના એક નિવેદન પર વિવાદ થયો છે. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોખંડનો ભુક્કો ભેગો કરીને તેમાંથી સરદારની પ્રતિમા બનાવી છે. ધાનાણીના આ નિવેદન સામે સરકારે વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, BJPએ લોકોના ઘરે જઇ ભંગારના ભૂકાથી સરદારની પ્રતિમા બનાવવાનું કામ કર્યું છે. સરકારે સરદારની લોખંડી પ્રતિભાને ભંગારના ભુકાથી કેદ કરવાનું પાપ કર્યું છે.

પરેશ ધાનાણી પર નીતિન પટેલે જાણો શુું કહ્યું…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન મામલે નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણે હજારો વર્ષથી જોતા આવ્યા છીએ કે, કોઈ પર્વતમાંથી આરસની પથ્થર નીકળ્યો હોય ત્યારે તેમાંથી માતાજીની મૂર્તિ બનાવવામાં આવે ભગવાનની શિવલિંગ બનાવવામાં આવે પછી આપણે તેને પથ્થર તરીકે નથી જોતા. એ ભગવાન છે, દેવ છે, માતાજીની મૂર્તિ છે, શિવલિંગ છે એ રીતે આપણે તેનું પૂજા હજારો વર્ષથી કરતા આવ્યા છીએ. કોઈ વીધર્મી એમ કહે કે, આ માતાજીની મૂર્તિ પથ્થર છે. કોઈ ધર્મનો દુશ્મન એક કહે કે, આ શિવલિંગ પથ્થરનો ટુકડો છે. તો કોઈ હિંદુ તેને ચલાવી લે નહીં. ત્યારે સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ વિરાટ પ્રતિમા છે, ગુજરાતનું અને ભારતનું ગૌરવ છે. તેને કોઈ પણ વ્યક્તિ અમૂલ્યાંકિત કરવા જશે તો અમે સહેજ પણ ચલાવી લેવાના નથી.

 

પરેશ ધાનાણી પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ સરકારે કર્યું છે જેને રેકોર્ડ ઉપર લાવવા માટે પ્રયાસ કરે છે. એટલું જ નહીં દાનમાં આવેલ લોખંડ હજુ પણ પડી રહી છે અને આ સરકારે ચાઈનાથી સરદાર પટેલની પ્રતિમા બનાવી દે નહીં તો શું?

જો કે આ હોબાળા બાદ પરેશ ધાનાણી એ માફી માંગતા ભાજપ પર પલટવાર કર્યો છે, પરેશ ધાનાણી એ એક મેસેજમાં કહ્યું છે કે, “મારા એક પણ શબ્દ થી સરદાર નું અપમાન થયું હોય તો હું એક હાજર વાર માફી માંગીશ. મારા કહેલા શબ્દો અસંસદીય હોય તો હું માફી માંગવા તૈયાર. ભંગાર માંથી પ્રતિમા તૈયાર કરી એ માટે વડાપ્રધાન અને સરકાર માફી માંગે. ભાજપ પોતાની ઓળખ ઉભી નથી કરી શકી એટલે તેઓ પારકા નેતા ને પોતાના બનાવે છે. ભાજપની સરકારે સરદાર પટેલનું અપમાન કર્યું છે. ભંગારના ભુક્કા માંથી સરદાર ને કેદ કરવાનું કામ આ સરકારે કર્યું. ભીખ માંગી ને ભંગાર માંથી સરદાર ને કેદ કરવાનું પાપ સરકારે કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વેબસાઈટ પર જ લખ્યું છે કે તેમણે લોકો પાસેથી લોખંડ ભેગું કર્યું. લોખંડ ના ભંગાર માંથી સરદાર ને વિદેશી પ્રતિમા માં કેદ કરાઈ છે. ભાજપના સાશનમાં સંવિધાન ખતરામાં છે. આ જ ભાજપે અમદાવાદ એરપોર્ટ નું નામ સરદાર પટેલ સાથે જોડવાનું હતું ત્યારે વિરોધ કર્યો હતો. સરદાર પટેલની પ્રતિમા હેઠળ પોતાની નિષ્ફળતા ભાજપ છુપાવવા પ્રયાશ કરે છે. રાજકીય રોટલા શેકવા માટે ભાજપ સરદાર પટેલનો ઉપયોગ કરે છે.

નર્મદા યોજના અને સરદાર સરોવર ડેમના નિર્માણ મુદ્દે વર્ષોથી કોંગ્રેસ માથે માછલા ધોતી ભાજપ સરકાર ખુદ નર્મદા યોજનામાં ઓછુ ફંડ આપતી હોવાનો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નર્મદા યોજનાનું પૂરતું ફંડ જ અપાતું નથી.

રાજ્ય સરકારે વર્ષ 2018-19માં નર્મદા યોજના માટે કુલ 2 હજાર કરોડની માંગણી કરી હતી જેની સામે કેન્દ્ર સરકારે અડધાથી પણ ઓછી એટલે કે ફક્ત 955.09 કરોડની ફાળવણી કરી છે. તો વર્ષ 2017-18માં ગુજરાત સરકારે કેન્દ્ર પાસે 2 હજાર 322.39 કરોડની માંગણી કરી હતી.

જેની સામે કેન્દ્રએ 2100. 96 કરોડની ફાળવણી કરી હતી. તો વર્ષ 2016-17માં 2 હજાર 368.14 કરોડની માંગણી સામે કેન્દ્રએ 1 હજાર 643.52 કરોડની ફાળવણી કરી છે.