Raghav Chadha Parineeti Chopra Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (Parineeti and Raghav)એ આખરે શનિવારે એટલે કે આજરોજ સગાઈ (Parineeti and Raghav Engagement Live) કરી લીધી છે. અભિનેત્રીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ક્યૂટ તસવીરો પણ શેર કરી છે. ફોટામાં બંનેની જોડી શાનદાર લાગી રહી છે.
પરિણીતી અને રાઘવે પોતપોતાના સોશિયલ મીડિયા પર રિંગ સેરેમનીની તસવીરો કરી શેર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સગાઈ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ રિંગ સેરેમનીમાં પહોંચ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમની પત્ની સાથે સગાઈ સમારોહમાં પહોંચ્યા હતા.
સેરેમનીમાં સૌથી પહેલા પ્રિયંકા ચોપરા અને પરિણીતીના બંને ભાઈ શિવાંગ અને સહજ આવ્યા હતા. આ સિવાય TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ સેરેમનીમાં પહોંચ્યા.
પરિણીતી-રાઘવે તેમની સગાઈ માટે ક્રીમ શેડનો ડ્રેસ પહેર્યો
Parineeti Chopra- Raghav Chadha Engagement
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પરિણીતીએ તેની સગાઈમાં પેસ્ટલ કલરનો સૂટ પહેર્યો છે. તેને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ઈ-ટાઇમ્સ સાથે વાત કરતાં રાઘવના મામા અને ડિઝાઇનર પવન સચદેવાએ જણાવ્યું કે રાઘવને એમ્બ્રોઇડરીવાળા કપડાં પસંદ નથી. તેના કપડાં ક્લાસી અને સ્ટાઇલિશ રાખવા માટે ક્રીમ કલરનું અચકન તૈયાર કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.
One Reply to “પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ કરી લીધી સગાઇ- જુઓ સગાઇની તસ્વીર”