દિલ્હીથી પરત આવતાની સાથે જ પરષોત્તમ રૂપાલાનું મોટું નિવેદન: તમામ સમાજ અને ક્ષત્રિય નેતા પણ અમારા સમર્થનમાં…જાણો વિગતે

Parshottam Rupala: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો છે. રૂપાલાએ તેમના નિવેદન માટે ત્રણ ત્રણ વાર માફી માંગી પરંતુ ક્ષત્રિય સમાજ તેમને માફ કરવાના કોઇ મૂડમાં નથી લાગતો. બુધવારે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને ગુજરાતના ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ આમાં કોઇ સમાધાન થયુ નથી. સમાજની એક જ માંગ છે કે, પરશોત્તમ રૂપાલાને રાજકોટ જ નહીં ગુજરાતની કોઇપણ અન્ય બેઠક પરથી ઉમેદવાર ન જાહેર કરવામાં આવે. ત્યારે આ મામલો દિવસેને દિવસે વધારે ગૂંચવાતા હવે વડોદરા લોકસભા બેઠક(Parshottam Rupala) પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા શરૂ થઇ છે. જે રીતે રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલની ટિકિટ રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને કારણે પરષોત્તમ રૂપાલા વડોદરાથી લડે તેવી ચર્ચા પાટીદાર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

પાટીદારોની મળશે બેઠક
રૂપાલાના સમર્થમાં આજે બે સ્થળો પર બેઠક મળવાની છે. વડોદરા અને રાજકોટમાં પાટીદાર સમાજની બેઠક મળવાની છે. આજે સાંજે રાજકોટ અને વડોદરામાં પાટીદાર સમાજની ચિંતન બેઠક મળવાની છે. આ માટે સૌરાષ્ટ્રની મોટી પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને બેઠકમાં આવવાનું આમંત્રણ મળ્યુ છે.

જ્યોતિબેન ટીલવા રૂપાલાના સમર્થનમાં
બુધવારની બેઠક બાદ ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરશોતમ રૂપાલાની તરફેણમાં આવ્યા હતા. જ્યોતિ ટીલવાએ મેસેજ વાયરલ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, માફી માંગ્યા પછી આટલો ઈશ્યું કરે તે વ્યાજબી ના કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો.

આજે મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના
ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં બપોરે 3 વાગ્યે ભાજપના ચૂંટણી ઢંઢેરા અંગે બેઠક યોજાનાર છે. બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની પણ સંભાવના છે. હજુ 4 દિવસ પહેલાં જ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી ગયા હતા. આ સાથે એવા પણ સમાચાર છે કે, રૂપાલા પણ દિલ્હી પહોંચ્યા હતા અને મોવડીમંડળ સાથે મિટિંગ કરી બપોર સુધીમાં ગુજરાત પરત આવે તેવી શક્યતાઓ છે.

આજે વડોદરાના સમાં વિસ્તારમાં યોજાનારા પાટીદાર સમાજની બેઠકમાં પરષોત્તમ રૂપલાં વડોદરાથી લડે તે બાબતે ચર્ચા કરવામાં આવશે. બેઠકના અંતે પાટીદાર સમાજ પોતાની માગણી ભાજપ સમક્ષ મુકશે.