‘સોરી…ભાઈ’ લખીને સુરતમાં વધુ એક બેંક મેનેજરે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઇડ નોટમાં શું લખ્યું જુઓ વિડીયોમાં

Surat Bank Manager News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેંક મેનેજરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 32 વર્ષીય રાકેશ નવાપરીયાના આપઘાતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ…

Surat Bank Manager News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેંક મેનેજરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 32 વર્ષીય રાકેશ નવાપરીયાના આપઘાતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે રાકેશે આપઘાત પહેલા લખેલી સ્યૂસાઈડ નોટ સામે આવી છે. જેમાં મારી એક ભૂલ(Surat Bank Manager News) બધાને નડી આથી હું આ પગલું ભરું છું તેમ લખ્યું હતું.

બેંકમાં નોકરી કરી રાકેશ પરિવારનું ગુજરાન ચલાવતો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં 32 વર્ષીય બેન્ક મેનેજરે પોતાના ઘરમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.આ આપઘાત કરનાર યુવકનું નામ રાકેશ નવાપરિયા હોવાનું સામે આવ્યું છે અને આ યુવકના માતાપિતાનું થોડા સમય પહેલાજ મોત થયું હતું. ત્યારે આ ઘટનાની જાણ કાપોદ્રા પોલીસને થતા કાપોદ્રા પોલીસની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી,પ્રાથમિક તપાસ આરંભી હતી.જેમાં બેંક મેનેજરએ કયા કારણોસર આત્મહત્યા કરી છે,તેને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.જો કે ઘટનાસ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે,

જેમાં તેણે એક ભૂલ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.હાલ તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.જો કે આત્મહત્યા પાછળ કયું કારણ જવાબદાર છે,તેને લઈને આગામી દિવસોમાં પોલીસ કોઈ ખુલાસો કરે તેવી શક્યતા છે.તો બીજી તરફ આ બેન્ક મેનેજરના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને તેના પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.

બેંકમાં નોકરી કરી ગુજરાન ચલાવતો
મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જીલ્લાના વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા સુખસાગર એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય અપરણિત રાકેશભાઈ તળશીભાઈ નવાપરીયા બંધન બેંકમાં મેનજર તરીકે નોકરી કરીને પરીવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા તેના માતા-પિતાનું અગાઉ અવસાન થઇ ચુક્યું છે તે ભાઈ અને ભાભી સાથે રહેતો હતો. દરમિયાન મંગળવારે રાકેશએ સુસાઈડ નોટ લખી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તો બીજી તરફ આ મામલે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

‘ હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો’-સુસાઇડ નોટ મળી
રાકેશ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘સોરી…સોરી… ભાઈ હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો કે, મારે આ પગલું ભરવું પડ્યું, વંશીને હું બહુ મિસ કરીશ જેને મને રોજ રમાડવાની મજા આવતી, બાનું ધ્યાન રાખજો અને ભાભીનું પણ, મારી એક ભૂલ બધાને નડી. આથી હું આ પગલું ભરું છું. મારા બંધાયને જયશ્રી કૃષ્ણ. બંધન બેંકમાં 20 લાખનું ઇન્સ્યોરન્સ કવર છે. એચડીએફસીમાં હોમ લોનનું પણ કવર છે. એસબીઆઈમાં 20 લાખનું એક્સિડન્ટ કવર છે.મારા બધાયને જય શ્રી ક્રિષ્ના બંધન બેંકમાં 20 લાખનું ઇન્સયોરન્સ કવર છે. HDFCમાં હોમ લોનનું પણ કવર છે. એસબીઆઈમાં 20 લાખનું એક્સિડન્ટ કવર છે.”