લાખો યુવાનોના દિલ પર રાજ કરનારી આમિર ખાનની દીકરીનું આ વ્યક્તિ પર આવી ગયું દિલ, જાણી ચોંકી ઉઠશો

હાલમાં ફિલ્મ જગતનાં પ્રખ્યાત અભિનેતા આમીર ખાનની દીકરીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. આમિર ખાનની દીકરી ઇરાને બીજી વખત પ્રેમ થયો છે. મળેલ…

હાલમાં ફિલ્મ જગતનાં પ્રખ્યાત અભિનેતા આમીર ખાનની દીકરીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. આમિર ખાનની દીકરી ઇરાને બીજી વખત પ્રેમ થયો છે. મળેલ જાણકારી પ્રમાણે, ઇરા ખાન એના પિતાના ફિટનેસ કોચ નૂપુર શિખરેને ડેટ કરી રહી છે. બંનેને ડેટ કરતા કુલ 6 મહિના થઇ ચુક્યા છે.

બંને લોકડાઉનમાં વધારે નજીક આવ્યા હતાં જ્યારે ઇરાએ પોતાના ફિટનેસ પર કામ કરવાનું મન બનાવી લીધું હતું. ત્યારથી નુપૂર ઈરાની લાઈફમાં આવ્યા તેમજ બંનેનું બોન્ડિંગ સ્ટ્રોંગ છે. બંનેએ સોશિયલ મીડિયા પર કેટલાંક વીડિયો શેર કરેલા છે જેમાં તેઓ એકસાથે વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યાં છે.

મળેલ જાણકારી પ્રમાણે ઇરા તથા નુપૂર હાલમાં આમિર ખાનના મહાબળેશ્વર ફાર્મહાઉસ પર વેકેશન માણવા માટે ગયા હતા. બંને એકબીજાની સાથે સ્પેન્ડ કરી રહ્યા છે. ત્યાં સુધી કે ઇરાએ એની માતા રિના દત્તા સાથે પણ નુપૂરની મુલાકાત કરાવી છે જેને લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે, બંને રિલેશનશિપને લઈ ખુબ સિરિયસ છે.

ડિસેમ્બર માસમાં થયું હતું બ્રેકઅપ :
નુપૂર પહેલાં ઇરા મિશાલ કૃપલાણી નામના મ્યુઝિક કમ્પોઝર સાથે રિલેશનશિપમાં હતી. બંનેના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ પણ થયા હતા પરંતુ ડિસેમ્બર 2019માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારપછી ઇરા ડિપ્રેશનમાં હોવાની વાતને લઈ ખુબ ચર્ચામાં આવી હતી.

ઇરા ડિપ્રેશનમાં હતી :
ઇરાએ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ખુલાસો કર્યો હતો કે, તે ડિપ્રેશન સામે લડી રહી છે. તેણે જણાવ્યું હતું કે, હાય, હું ડિપ્રેસ્ડ છું. હું છેલ્લા 4 વર્ષથી ડિપ્રેશનમાં છું. હું ડોક્ટર પાસે ગઈ હતી. હું ક્લિનિકલી ડિપ્રેસ્ડ છું પરંતુ હવે હું સારું ફીલ કરી રહી છું તેમજ છેલ્લા 1 વર્ષથી મેન્ટલ હેલ્થને લઈને કંઈક કરવા ઇચ્છતી હતી પણ સમજણ પડતી ન હતી કે શું કરું?

જેથી મેં નક્કી કર્યું કે, તમને મારી જર્ની પર લઇ જાઉં છું તેમજ જોઉં છું કે શું થાય છે. આશા રાખું છું કે, ખુદને વધુ સારી રીતે જાણી શકશું. મેન્ટલ હેલ્થને વધારે સારી રીતે સમજી શકીશું. ચાલો ત્યાંથી શરૂ કરીએ જ્યાંથી મેં શરૂઆત કરી હતી? હું કઈ બાબતે ડિપ્રેસ્ડ છું? હું ડિપ્રેસ્ડ થનારી કોણ છું? મારી પાસે બધું છે? છે ને?

થિયેટર ડેબ્યુ કરી ચૂકી છે ઇરા :
23 વર્ષની ઇરા ખાને ગયા વર્ષે ‘યુરોપાઈડ્સ મેડિયા’નામના રોલ પ્લેથી થિયેટર ડેબ્યુ કર્યું હતું. તેણે આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજીની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Popeye ⚓ (@nupur_shikhare)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *