સુરત(Surat): શહેરમાં અવાર નવાર સીટી બસ (City bus)ની બેદરકારી સામે આવતી હોય છે. ક્યારેક બસ ચાલકોની તો ક્યારેક મુસાફરોની પણ… ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહી સુરતમાં ફરી સીટી બસમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. આવી ઘટનાઓ અનેક વાર સામે આવતી હોય છે. આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.
View this post on Instagram
વાસ્તવમાં, હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીઓ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સીટી બસમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરતા જણાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આ વિડીઓ સુરતના પિયુષ પોઇન્ટ પાસેનો છે. જ્યાં સીટી બસમાં લોકો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા છે. બસ નંબર 105 તેમજ 305માં લોકો દરવાજા પાસે લટકીને મુસાફરી કરતા સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સીટી બસમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તે જવાબદારી કોની? આ એક વાર નહિ, પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવતી જ રહે છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.