ચાલતી ગાડીમાં અચાનક ભભૂકી ઉઠી આગ- કાર ચાલક બહાર પણ ન નીકળી શક્યા… -જુઓ દર્દનાક મોતનો વિડીયો

આજકાલ રોડ અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મોટા ભાગના લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. વાહન ચાલકની એક નજીવી ભૂલથી કમોતે મોતનો ભેટો થઈ જાય છે. ત્યારે પાટણ જિલ્લામાં આજે ફરી એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે.

જાણવા મળ્યું છે કે, ચાલતી ગાડીમાં અચાનક આગ લાગી ગઈ અને કાર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ નજીક એક કાર અચાનક ભડભડ સળગવા લાગી હતી. આગ એટલી ઝડપથી વિકરાળ બની ગઈ કે, કાર ચાલક કઈં સમજે તે પહેલા તે પણ આગમાં બળવા લાગ્યો અને કારની અંદર જ કાર ચાલક આગમાં ભડથુ થઇ જતા, દર્દનાક મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામના પાટિયા પાસે વાવલ પુલ નજીકથી વરાણા ગામના રણજીતસિંહ સિંઘવ નામના વ્યક્તિ સીએનજી કીટ વાળી કાર લઈને પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડી ચાલક રણજીતસિંહ સિંઘવ ગાડીમાં જ સળગીને ભડથું થઈ ગયા હતા.

આ દરમિયાન આગ લાગેલી જોઈ સ્થાનિક વાહન ચાલકો તુરંત થંભી ગયા હતા. પરંતુ, આગ એટલી વિકરાળ હતી કે, તેની પાસે પણ જવું પણ જોખમી હતું. સ્થાનિકો દ્વારા તુરંત પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. લોકોની નજર સામે જ કારમાં ચાલક ભડભડ સળગવા લાગ્યો અને થોડી જ ક્ષણમાં કાર સાથે તે પણ ભડથુ થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ સમી પોલીસને કરાતા સમી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અને ગાડીમાં લાગેલી આગને અગ્નિશામક યંત્રથી ઓલવી ગાડીમાં ભસ્મીભૂત બનેલા રણજીતસિંહ સિંઘવની લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *