ગ્રાહકોને જીએસટી દરમાં ઘટાડાનો લાભ નહીં આપવાના આરોપમાં બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર દંડ લાગ્યાના સમાચાર આવ્યા છે. અંગ્રેજીના બિઝનેસ ન્યૂઝ પેપર પર લાઈવ મિંટમાં છપાયેલા એક સમાચાર અનુસાર, જીએસટીમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી ના પહોંચાડવા અને પ્રોડક્ટનું રેટ વધારે લેવા માટે બાબા રામદેવના સંરક્ષણવાળી પતંજલિ આયુર્વેદ લિમિટેડ પર 75.08 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓર્થોરિટી (NAA)એ દંડ ફટકાર્યો છે. એલએએના જણાવ્યા અનુસાર, તેને તે સુનિશ્ચિત કરવાનું કામ મળ્યું છે કે ટેક્સમાં કરેલા કાપનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચે. ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી પ્રોફિટિયરિંગ (DGAPને કહેવામાં આવ્યું છે કે, તેઓ ચાર મહિનાની અંદર આ દંડના અનુપાલનની રિપોર્ટ સબમીટ કરે.

શું છે કેસ ?
લાઈવ મિંટ અનુસાર સેન્ટ્રલ જીએસટી એક્ટનું ઉલ્લંઘન કરતા પતંજલિએ ટેક્સમાં થયેલા કાપનો ફાયગો ગ્રાહકો સુધી પહોંચ્યાડ્યો નહીં. સીધા શબ્દોમાં કહીએ તો પોતાને દેશભક્ત ગણાવતી કંપની સામાન્ય જનતાને આપવામાં આવી રહેલો ફાયદો પોતે હજમ કરી રહી છે. તેથી એનએએ દ્વારા પંતજિને કારણ બતાવો નોટિસ આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, જીએસટીના દરોને 28 ટકાથી 18 ટકા અને પછી નવેમ્બર 2017માં 18થી 12 ટકા કરી દેવામાં આવી, પરંતુ પતંજલિએ પોતાના ગ્રાહકોને આનો ફાયદો આપ્યો નહીં.
1) કપડા ધોવાના પાઉડર પર જીએસટીના દરોમાં કાપ છતાં કંપનીએ તેના રેટ વધાર્યા અને ટેક્સ દર ઘટડાવાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડ્યો નહીં. NAAએ કહ્યું કે, પતંજલિને દંડની રકમની સાથે જ 18 ટકા જીએસટીની રાશિ કેન્દ્ર અને રાજ્ય સરકારોના ગ્રાહક કલ્યાણ ભંડોળમાં જમા કરાવવાની રહેશે.
2) સમાચાર પત્ર અનુસાર, પતંજલિએ આના જવાબમાં કહ્યું છે કે, પહેલાના સમયની તુલનામાં જીએસટીના દરોના કારણે ખર્ચ ખુબ જ વધી ગયો હતો, પરંતુ તેમને ગ્રાહકો પર વધેલા ખર્ચનો બોઝો નાખ્યો નહતો. પરંતુ NAAએ દ્વારા આ તર્કનો સ્વીકાર કરવામાં આવ્યો નહતો.
3) NAAએ કહ્યું કે, ગ્રાહકોને ફાયદો ના પહોંચાડવાનો આવો કોઈ કારણ હોઈ શકે નહીં. પતંજલિએ તો અહીં સુધી કહ્યું કે, NAAની તપાસ દેશમાં તેના વ્યાપાર કરવાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે, પરંતુ NAAએ તેના આ દાવાને ફગાવી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.