અમદાવાદમાં દેખાયો ભુપેન્દ્ર પટેલનો રમુજી અંદાજ, કહ્યું- ‘મને હજુ નથી લાગતું કે હું CM છુ’ -જુઓ વિડીયો

ગુજરાત: અમદાવાદ (Ahmedabad) માં CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) નો રમુજી અંદાજ ફરી એકવખત જોવા મળ્યો હતો. અમદાવાદમાં તેમની સાથે ડિપ્લોમાનો અભ્યાસ (Diploma study) કરેલ વિદ્યાર્થીઓ (Students) મારફતે યોજવામાં આવેલ અભિવાદન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા.

કોલેજકાળના અનુભવો વર્ણવ્યા:
CM ભૂપેન્દ્ર પટેલે પોતાના કોલેજ કાળના અનુભવો યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે ફિલ્મ જોવા જવાનું થતું ત્યારે આખા ક્લાસને બહાર કાઢતા હતા. ફક્ત આટલું જ નહીં પણ તેમને એ વાત કહી દીધી કે, તમને હળવાશમાં એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે, હજુ સુધી લાગી નથી રહ્યું કે હું મુખ્યમંત્રી બન્યો છે, મારા સિક્યોરિટીને પણ થતું હશે કે ખરા છે, એવું કહે નહીં પણ અનુભવતા તો હશે જ.

અમદાવાદની સરકારી પોલિટેક્નિકમાં ભુપેન્દ્ર પટેલ ભણ્યા હતા:
વર્ષ 1979થી લઈને 1982 સુધી CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન આ બેચના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓએ સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે તેમના મિત્રોને CM નિવાસસ્થાન પર ભોજન માટે આમંત્રણ અપાયુ હતું.

ગઈકાલે જ CM ભુપેન્દ્ર પટેલની બેઠક મળી હતી. મુખ્યમંત્રીએ ત્યાં હાજર શિક્ષાવિદો સાથે મુક્તમને ચર્ચા કરીને રાજ્યના શિક્ષણને વધારે સમૃદ્ધ તેમજ વૈશ્વિક બનાવવા સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના ભાવિ માટે અગત્યનું પરિબળ સાબિત થશે.
શિક્ષણથી ફક્ત સાક્ષરતા તથા સંખ્યાજ્ઞાનનું નહીં પરંતુ સાથોસાથ ઉચ્ચ સ્તરીય તાર્કિક તથા સમસ્યા સમાધાન સંબંધી બોદ્ધિક ક્ષમતાઓનો વિકાસ થવો જોઈએ તેવું તેમણે ભારપૂર્વક કહ્યું હતુ. આમ, ગઈકાલે મળેલ આ બેઠકમાં શિક્ષણનીતિનાં વિષયો પર ચર્ચા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *