Pathaan: શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) ની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. કિંગ ખાન છેલ્લા ચાર વર્ષથી મોટા પડદા પરજોવા મળ્યો નથી. અને તેથીજ દર્શકોની આંખો તેને જોવા માટે આતુર છે. આવી સ્થિતિમાં, થોડા દિવસોની રાહ જોયા પછી, શાહરૂખ એક નવા અવતાર અને સ્ટાઈલમાં થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. ભારતમાં Pathaanનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મે રેકોર્ડ તોડવાનું પણ શરૂ કર્યું છે.
પઠાણે એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી કરી હતી
Pathaan ની એડવાન્સ બુકિંગ પર નજર કરીએ તો ખબર પડે છે કે શાહરૂખ ખાનના ચાહકોને ફિલ્મ સાથે જોડાયેલા વિવાદોની કોઈ પરવા નથી. ચાહકો પહેલા જ દિવસે તેમના ફેવરિટ સ્ટારને થિયેટરમાં જોવા માટે આતુર છે. Pathaan ના હિન્દી અને તેલુગુ વર્ઝનની ટિકિટ સૌથી વધુ વેચાઈ રહી છે.
મેજર સિનેમા ચેઈન્સમાં Pathaanની એક લાખથી વધુ ટિકિટ વેચાઈ છે. સેક્નિલ્ક (Sacnilk) ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 14.66 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.જેમાં દિલ્હી-એનસીઆરમાંથી 1.79 કરોડ રૂપિયા, મુંબઈથી 1.74 કરોડ રૂપિયાનું બુકિંગ કરવામાં આવ્યું છે.
આ સિવાય Pathaanનું મહત્તમ એડવાન્સ બુકિંગ બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતામાં કરવામાં આવ્યું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, Pathaan તેના પહેલા દિવસે 40 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. હેપ્પી ન્યૂ યર પછી, Pathaan શાહરૂખ ખાનની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોની યાદીમાં આવશે.
બ્રહ્માસ્ત્રને પણ છોડશે પાછળ
ગયા વર્ષે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmastra) એ સારી કમાણી કરી હતી. એડવાન્સ બુકિંગથી ફિલ્મે લગભગ 19.66 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 2022માં હિટ થનારી આ ત્રીજી મોટી ફિલ્મ હતી. આ સિવાય ‘ભૂલ ભુલૈયા’ (Bhool Bhulaiyaa) એ એડવાન્સ બુકિંગથી પણ લગભગ 6.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ‘બ્રહ્માસ્ત્ર’ના એડવાન્સ બુકિંગને હરાવવા માટે Pathaan પાસે હજુ છ દિવસ બાકી છે.
ભારત ઉપરાંત વિદેશોમાં પણ Pathaanનું એડવાન્સ બુકિંગ સારું ચાલી રહ્યું છે. મળેલી અનુસાર, Pathaan તેના પહેલા વિકેન્ડ પર ભારતમાં 150 થી 200 કરોડ અને વિશ્વભરમાં 300 કરોડનો આંકડો પાર કરી શકે છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ (Deepika Padukone), જોન અબ્રાહમ (John Abraham), ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) અને આશુતોષ રાણા (Ashutosh Rana) જોવા મળશે. હવે તો માત્ર 25 જાન્યુઆરીની રાહ જોવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.