ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ તેજ થઇ ગઈ છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya) ભાજપ(BJP)માં જોડાઈ શકે છે તેવા સમાચાર વાયુવેગે વાયરલ થયા હતા. પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયા ગબ્બર તરીકે પણ જાણીતા છે. ત્યારે આ અંગે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે સ્પષ્ટતા કરી હતી.
અલ્પેશ કથીરિયાએ જાણો શું કરી સ્પષ્ટતા?
ભાજપમાં જોડાઈ શકે છે તેવા સમાચાર વાયરલ થતા અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, શહીદ પરિવાર ને નોકરી અને પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચાય પછી જે નિર્ણય લેવો હશે તે લઈશું. અત્યારે રાજકીય કોઈ જ નિર્ણય અલ્પેશ કથીરીયા કે પાસ સમિતીએ લીધેલ નથી. જય હો…
આ અગાઉ પણ અલ્પેશ કથીરિયાએ જણાવતા કહ્યું હતું કે, જ્યાં સુધી સરકાર દ્વારા પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવામાં ન આવે અને શહીદ પરિવારને નોકરી આપવામાં નહી આવે તો આગામી સમયમાં તેનું નુકસાન સતાપક્ષને થશે.
વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં પણ નથી લેવાયો કોઈ નિર્ણય: અલ્પેશ કથીરિયા અને PAAS
અલ્પેશ કથીરિયાએ જણાવતા કહ્યું છે કે, વારંવાર સમાજના આગેવાનો દ્વારા સરકાર સાથે શહીદ પરિવાર ને નોકરી અને પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા મુદ્દે મહત્વની બેઠક યોજવામાં આવી છે, તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિણર્ય લેવામાં આવ્યો નથી. જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો તેનું નુકસાન સતાપક્ષને થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.