ગુજરાત(Gujarat): જોવા જઈએ તો રાજ્યમાં પાટીદારો(Patidar)નું વર્ચસ્વ પહેલાથી રહ્યું છે. ત્યારે આગામી 2022 વિધાનસભાની ચૂંટણી(2022 Assembly elections) પહેલા ફરી એક વખત પાટીદારોને એકત્રિત કરવાની તડામાડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને પગલે આગામી જાન્યુઆરી મહિનામાં 2022માં ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ(Mahakumbh of Patidars) યોજવામાં આવનાર છે.
રાજ્યના પાટીદારો થશે એકત્રિત:
કાગવડ(Kagwad) ખોડલધામ(Khodaldham) લેઉવા પાટીદારો માટે એક આસ્થાનું કેન્દ્ર મનાય છે, ત્યારે ફરી એક વખત રાજ્યના તમામ પાટીદારોને એકમંચ પર લાવવાની ભવ્યથી અતિભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. કાગવડ ખાતે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠાને 5 વર્ષ પૂર્ણ થવાની શાનદાર ઉજવણી માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને આગામી સમયમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજાનાર છે.
ખોડલધામના ચેરમેને અલગ અલગ જિલ્લાઓમાં શરુ કર્યો પ્રવાસ:
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે અને તેમાં તમામ પાર્ટીઓએ પોતાની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે હવે તેને લઈને આ પાટીદાર મહાકુંભ રાજ્યના લાખો પાટીદારોને એકત્રિત કરવાનું આયોજન અત્યારથી જ કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહાકુંભમાં પાટીદારોને એકમંચ પર લાવવા ખોડલધામના ચેરમેને અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ શરૂ કરી દીધો છે. ખોડલધામના ચેરમેનની આ યાત્રા રાજકીય રીતે સૂચક અને ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે હવે નરેશ પટેલ(Naresh Patel) સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોને એકત્રિત કરવા જઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.