માત્ર 8 વર્ષીય ભાવનગરનાં આ ટાબરિયાએ નાની ઉંમરમાં એવું કાર્ય કરી બતાવ્યું કે, ચારેબાજુ થઇ રહી છે વાહ વાહી!

ગુજરાત: દૃઢ મનોબળ તથા ઈચ્છાશક્તિ, પરિશ્રમ કરીએ તો ધારીએ એવી સફળતા (Success) મળી શકે છે કે, જેનું ઉત્તમ ઉદાહરણ છે ભાવનગર (Bhavnagar) નો 8 વર્ષનો…

ગુજરાત: દૃઢ મનોબળ તથા ઈચ્છાશક્તિ, પરિશ્રમ કરીએ તો ધારીએ એવી સફળતા (Success) મળી શકે છે કે, જેનું ઉત્તમ ઉદાહરણ છે ભાવનગર (Bhavnagar) નો 8 વર્ષનો અદ્વૈતસિંહ ચૂડાસમા (Advait Singh Chudasama). આ બલકે 4,000 મીટરની ઊંચાઈએ આવેલ વિશ્વના સૌથી ઊંચા શિવમંદિર (Shiva Temple) ની ચંદ્રશીલાની ટોચ સર કરી લીધી હતી.

હાલના સમયમાં આવા પ્રતિકૂળ વાતાવરણની વચ્ચે પણ દરેક ટ્રેક પૂર્ણ કર્યા હતા. યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત ચોપતા તુંગનાથ ટ્રેક પોસ્ટ વિભાગમાં કાર્યરત 10 કર્મચારીની સાથોસાથ ફક્ત 8 વર્ષીય અદ્વૈતસિંહ ચૂડાસમાએ પણ પૂર્ણ કર્યો છે. અદ્વૈતએ 5 દિવસના ટ્રેકમાં અંદાજે 65 કિમીનો ટ્રેક કર્યો છે.

ટ્રેકિંગના સૌપ્રથમ દિવસે દેવરીતાલનો 4 કિમીનો ટ્રેક જયારે બીજા દિવસે ચોપતાનો 20 કિમીનો ટ્રેક ઊર્જા સાથે પૂર્ણ કર્યો હતો. બાદમાં ત્રીજા દિવસે 4,000 મીટરની ઊંચાઈ પર આવેલ વિશ્વના સૌથી ઊંચા હિન્દુ મંદિર તુંગનાથ મહાદેવનાં દર્શન પણ કર્યાં પછી ચંદ્રશીલાની ટોચ સર કરી હતી.

જ્યાંથી 360 ડીગ્રીના વ્યૂ સાથે કેદાર પર્વત, ચૌખંભા પર્વત, નંદાદેવી પર્વત તથા ભગીરથી પર્વતનાં દર્શન પણ કર્યાં હતાં. આની સાથોસાથ વિષમ વાતાવરણમાં સમગ્ર ગ્રુપ દ્વારા કેદારનાથ મહાદેવનાં દર્શન પણ ટ્રેક દ્વારા જ કરવામાં આવ્યાં હતાં કે, જેમાં પણ અદ્વૈત દ્વારા 6 કિમી બાદ કરતાં કુલ 26 કિમીનો ટ્રેક કરીને કેદારનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં.

કેદારનાથ મહાદેવમાં હાલ હવામાનની અનિશ્ચિતતા ઊભી થતાં ટ્રેક પછી ગ્રુપની દૃઢ ઈચ્છાશક્તિથી વાતાવરણ સાનુકૂળ થતાં એક જ દિવસમાં કેદારનાથ દર્શન કરીને પાછા જંગલ ચટ્ટી પાચ આવી ગયા હતા કે, જેમાં ટ્રેકમાં 8 વર્ષીય અદ્વૈતસિંહ ચૂડાસમાની ઉપરાંત કરણસિંહ ચૂડાસમાં, વિશાલ જાદવ, સિદ્ધાર્થ વ્યાસ, ભાવેશ કુવાડિયા, રણજિત પરમાર, ચિરાગ કલથીયા, નવલ જાદવ, જયેશ પટેલ, હાર્દિક મીર તથા હરિશ્ચંદ્રસિંહ ગોહિલ પણ સામેલ હતા.

8 વર્ષના ટાબરિયાને જોઈ પ્રૌઢ ટ્રેકરોનો પણ જુસ્સો વધ્યો:
કડકડતી ઠંડી તેમજ બરફ વર્ષાની વચ્ચે ફ્જ્ત 8 વર્ષનો અદ્વૈત જે રીતે હિંમતપૂર્વક ટ્રેકિંગ કરી રહ્યો હતો એને જોઈને 45 વર્ષ તેમજ 50 વર્ષના પ્રૌઢ ટ્રેકરોને પણ જુસ્સો ચઢતો હતો જયારે ‘જો આટલો નાનો બાળક ચડી શકે તો આપણે કેમ નહીં…’ એમ મનમાં ધારી પહાડો પર આગળ વધતા રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *