સુરત(Surat): શહેરના ખટોદરા(Khatodara) વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ(Private hospital)ના જનરલ વોર્ડની બારીમાંથી કુદીને દર્દીએ આપઘાત કરી લેતા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. દર્દીએ તેની પત્નીને જણાવતા કહ્યું કે, ‘જા ડોક્ટરને બોલાવી લાવ..’, પત્ની આ વાત સાંભળીને ડોક્ટરને બોલાવવા ગઈ તે દરમિયાન દર્દીએ બીજા માળના વોર્ડની બારીમાંથી કુદીને મોતને વ્હાલું કર્યું હતું. જેથી હોસ્પીટલના વોર્ડમાં ભાગદોડ મચી જવા પામી હતી. જ્યારે દર્દીના પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, મૃતક 55 વર્ષની મનીષભાઈ ઠક્કરને શ્વાસની તકલીફ હતી તેથી તેઓ બીમારીથી પીડાઈ રહ્યા હતા અને 18 દિવસથી સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલ વોર્ડમાં મચી અફરાતફરી:
નજીકના મિત્રોએ જણાવતા કહ્યું હતું કે, મનીષભાઈ ભગવાનજી ઠક્કર (ઉ.વ. 56, રહે અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર ગ્રીન વેલી રેસિડેન્સી) હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા. એક દીકરો અને એક દીકરીના પિતા મનીષભાઈ છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડિત હતા તેથી તેને 18 દિવસથી યુનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આજે પત્ની દક્ષાબેનને સાથે રાખી મનીષભાઇને ICUમાંથી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના વોર્ડમાં લઈ જવાયા પછી પત્નીને ડોક્ટરને બોલાવવા માટે કહ્યું હતું. ત્યાર પછી મનીષભાઈએ વોર્ડની બારીમાંથી નીચે પડતું મૂકતા હોસ્પીટલમાં અફરાતફરી મચી ગઈ હતી. ભાગદોડ વચ્ચે વોર્ડમાં આવેલી પત્ની પણ મનિષે આપઘાત કરી લીધો હોવાનું જાણીને પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આત્મહત્યાનું કારણ અકબંધ:
ઘટનાને લઈ આખી હોસ્પિટલમાં બુમાબુમ અને દોડતી થઈ ગઈ હતી. જોકે ડોક્ટરો કઈ સારવાર આપે તે અગાઉ જ મનીષભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવ્યતા પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. મનિષભાઈના આપઘાત પાછળનું કોઈ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, મનીષભાઈને એક દીકરો અને એક દીકરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.