સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે હવે સુરત શહેરમાં મ્યુકરમાઇકોસીસના કેસો વધતા લોકો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે. ૨ મહિના બાદ સુરતમાં કોરોનાના કેસો ૩૦૦ કરતા નીચે ગયા છે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો દરરોજ મ્યુકરમાઇકોસીસના નવા કેસો સામે આવી રહ્યા છે અને દર્દીઓ સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ થઇ રહ્યા છે.
જોવા જઈએ તો સુરત શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકોસીસના કારણે ૨૭ દર્દીઓએ પોત્તાનો જીવ ગુમાવવો પડ્યો છે. શનિવારના રોજ સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલા ૩ દર્દીઓનો જીવ બચાવવા માટે આંખની સર્જરી કર્યા બાદ આંખોને કાઢી લેવામાં આવી હતી. દાખલ ત્રણ દર્દીઓની સમયસર જો આંખ કાઢવામાં ન આવી હોત તો તેમનું સંક્રમણ આગળ જતા મગજ સુધી પહોચી શકે તેમ હતું.
આ ત્રણેય દર્દીઓના જીવ જોખમમાં ન મુકાય તે માટે આ દર્દીઓની આંખ જ કાઢવાનો નિર્ણય કર્યો હતો. જયારે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પીટલમાં 6 અને સ્મીમેર હોસ્પીટલમાં 4 એમ કુલ 10 જેટલા દર્દીઓની આંખની સર્જરી બાદ તેમની આંખ કાઢી લેવામાં આવી હતી.
ગઈકાલે શનિવારના રોજ સુરતમાં સિવિલ હોસ્પીટલમાં ૩ દર્દીઓ, સ્મીમેર હોસ્પીટલમાં ૨ દર્દીઓ અને ખાનગી હોસ્પીટલમાં ૩ દર્દીઓ એમ મળીને કુલ મ્યુકરમાઇકોસીસના વધુ નવા ૮ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયા હતા. જયારે હાલમાં સિવિલ હોસ્પીટલમાં ૧૩૧, સ્મીમેર હોસ્પીટલમાં ૧૩૧, સ્મીમેર હોસ્પીટલમાં ૪૯ અને ખાનગી હોસ્પીટલમાં ૬૫ દર્દીઓ મળીને કુલ ૨૪૫ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.