કોરોનાવાયરસને કારણે થયેલા લોકડાઉનને લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ખૂબ નુકસાન પહોંચ્યું છે. અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવા માટે ઘણા દેશોમાં ઇમ્યુનિટી પાસપોર્ટ અને જોખમ મુક્ત સર્ટિફિકેટના આધારે lockdown હટાવી લેવા વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પગલાને આખી દુનિયા માટે મોટો ખતરો ગણાવીને ચેતવ્યું છે.
ડબલ્યુએચઓએ જણાવ્યું કે દુનિયાભરમાં એવા ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે કોરોના પીડિત સાજા થયા બાદ ફરીથી સંક્રમિત થઈ ગયા છે. એવામાં આ વાતને કઈ રીતે માનવામાં આવી શકે કે લોકો બીજી વખત સંક્રમણના શિકાર નહીં થાય અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે?
સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ દુનિયાભરમાં કરોનાના ખતરાને વધારે છે. સાથે જ પોતાના ઈમ્યૂન સિસ્ટમને લઈને લોકોએ સાવધાની રાખવાની બંધ કરી દેશે. કેટલીક સરકારો આવા લોકોને કામ પર પાછા ફરવાની અનુમતિ આપવા વિશે વિચાર કરી ચૂકી છે.
દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 29.5 લાખથી વધારે કોરોનાવાયરસના પોઝિટિવ દર્દીઓ સામે આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ બે લાખથી વધારે લોકોનું મૃત્યુ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news