પતિતપાવન સ્વામીએ ફરી એકવાર પોત પ્રકાશ્યું, ગુરુકુળના વિદ્યાર્થી સાથે વિકૃત કાર્ય…

Published on: 4:12 pm, Tue, 16 April 19

સુરત વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળ શાળામાં ફરી એક વાર ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક સાધુએ ત્યા જ અભ્યાસ કરતા 14 વર્ષના કિશોર સાથે શારિરીક છેડતી કરી હોવાનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે કતારગામ પોલીસ મથકમા સાધુ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના વેડરોડ વિસ્તારમા સ્વામીનારાયણ ગુરુકુળ સ્કુલ આવેલ છે. જ્યાં 14 વર્ષનો બાળક ધોરણ 9માં અભ્યાસ કરે છે. અભ્યાસ દરમિયાન ત્યાં સેવા આપતા સાધુ પતિતપાવન સ્વામીએ બાળક પર નજર બગાડી હતી. સ્વામીએ એકલતાનો લાભ ઉઠાવીને બાળક સાથે શારીરિક છેડતી કરી હતી. શરુઆતમા બાળકને આ અંગે કોઇને ન કહેવાની ધમકી આપવામા આવી હતી. 14 વર્ષના અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરે આવી આપવીતી જણાવતા આખો મામલો બહાર આવ્યો છે. વિદ્યાર્થીના વાલી કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ પતિતતપાવન સ્વામી આ પહેલા પણ  આ પ્રકારમાં વિવાદમાં આવી ગયા છે પરંતુ કોઈ પોલીસ ફરિયાદ થયેલ ન હતી. આ પ્રકારની ઘટના થવા છતાં સંસ્થા દ્વારા તકેદારી ન રખાતા બીજી વખત વધુ એક વિદ્યાર્થી આ સ્વામીનો શિકાર બન્યો છે તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.

જો કે બાદમા પણ સ્વામી દ્વારા આ જ રીતની શારીરિક છેડતી શરુ રાખી હતી. જે અંગે બાળકે તેના પરિવારજનોને જાણ કરી હતી બાળકની વાત સાંભળતા જ પરિવારજનોના પગ તળિયેથી જમીન સરકી પડી હતી અને તેઓ તાત્કાલિક આ અંગે કતારગામ પોલીસ મથકમા દોડી જઇ સ્વામી પતિતપાવન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે કિશોરનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.