રાજ્યમાં આવેલ સુરત શહેરમાં નવયુવાનોને બાઇક ઉપર સ્ટન્ટ કરવાનો નવો ચસ્કો ચડ્યો હોય એ રીતે એક પછી એક એમ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રવિવારે પરવટ પાટિયા નજીક બાઇક ઉપર સ્ટન્ટ કરતાં યુવાનોનો વીડિયો ખુબ વાઈરલ થયો હતો.
અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક સામેના રોડ પર થતાં સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો. જેને લીધે પુણા પોલીસ દ્વારા બાઇક નંબર્સને આધારે સ્ટર્સ કરનાર યુવાનની તપાસ હાથ ધરવામાં આવી છે. આની પહેલાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી.
વીક એન્ડ પર ભીડ ઉમટે છે :
સાંજનાં સમયે અમેઝિયા નજીક ખુબ જોખમી રીતે સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરી રહેલ નવયુવાનનો સ્થાનિક નાગરિક દ્વારા વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જેને સોશિલ મીડિયા ઉપર વાઈરલ કરવામાં આવ્યો હતો. વીડિયો ઉતારનાર વ્યક્તિ જણાવે છે કે, ડુમસ રોડ ઉપર સ્ટન્ટ કરતાં બાઇકર્સ ઉપર તવાઇ આવી છે. જેને લીધે બાઇક રાઇડર્સ માટે અમેઝિયાવાળો રોડ હોટ સ્પોટ બન્યો છે.
ગ્રુપ દ્વારા બાઈક રાઈડ કરાય છે :
બાઇક રાઈડ્સના 5-6 ગૃપ છે. તમામ ગ્રૂપમાં 5 જેટલા બાઇકર્સ હોય છે. જેઓ રાહદારીઓની પરવા કર્યા વગર અહીં જોખમી સ્ટન્ટ કરતા હોય છે. પોલીસે અહીં તકેદારી ન રાખવામાં આવતી હોવાને લીધે તેઓ બેફામ બન્યા છે. પુણા પોલીસને પૂછવામાં આવતાં તેમણે આ વીડિયોને લઇ ઇન્ક્વાયરી હાથ ધરી હોવાનું તથા બાઇક નંબર્સને આધારે રાઇડર્સની તપાસ હાથ ધરી હોવાનું કહ્યું હતું.
પહેલાં પણ કાર્યવાહી થયેલી :
શહેરના અનેકવિધ વિસ્તારના 3 જેટલા વીડિયો પહેલાં પણ ખુબ વાઈરલ થયા હતા. જેમાં પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં જીલાની બ્રિજ પર થતા અડાજણના પાલ વિસ્તારમાં યુગલ દ્વારા ચાલુ બાઈક પર સ્ટન્ટની સાથે રોમાન્સ કરવાનો વીડિયો પણ કરવામાં આવ્યો હતો. આની સાથે જ બારડોલીથી ભાડેથી બાઈક લઈને આવતી કોલેજીયન વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સુરતના યુવાધનમાં વાઈરલ થવાના અભરખા: જીવના જોખમે રસ્તા ઉપર યુવકે કર્યા બાઈક સ્ટન્ટ- જુઓ વિડીયો #surat #Gujarat #viralvideo #Viral pic.twitter.com/3nEyG0WQ1n
— Trishul News (@TrishulNews) March 22, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle