જેતપુરમાં પોલીસ જવાને જાહેરમાં પત્નીને ગળું, પગ, પેટ પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

અવર નવાર હત્યાની હચમચાવી દેતી ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એકવાર આવી જ એક ઘટના જેતપુરથી સામે આવી છે. એક મહિલાની હત્યા…

અવર નવાર હત્યાની હચમચાવી દેતી ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એકવાર આવી જ એક ઘટના જેતપુરથી સામે આવી છે. એક મહિલાની હત્યા તેના પતિએ ભર બોપરે બધાની વચ્ચે કરી હતી. ચપ્પાના ઉપરાછાપરી ઘા મારીએ મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પાવી જેતપુરના ભીખાપુરામાં સર્જાય છે. આ મૃતક મહિલા જેતપુર થી ભીખાપુરા રૂટની બસમાં બસ કંડકટર તરીકેની નોકરી કરતી હતી.

તે સમયે બસ ભીખાપુર પહોચી ત્યારે તેના પતિએ દોટ મુકીને બસમાં ચઢ્યો, તેની પત્ની કાય વિચારે તે પહેલાતો તેના પર ચપ્પાના ઘા ઝીંકવા માંડ્યો હતો. મહિલાને ગળાના ભાગે, પગમાં, પેટમાં અને હાથની નસ કાપી નાખી બસ માજ મહિલાની હત્યા કરી હતી, મહિલાનું કરુણ મોત બસમાજ નીપજ્યું હતું. ત્યાર બાદ હત્યારો પતિ ત્યાંથી ભાગ્યો અને ત્યારે લોકોએ તેને પકડી લીધો હતો. અને તરતજ લોકોએ કદવાલ પોલીસને જાણ કરી, પોલીસને હત્યાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હત્યારાને પકડી લીધો અને મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ચાલો આપણે વિગતે સમગ્ર મામલો જાણીએ.

મહિલાનું નામ મંગીબેન રાઠવા હતું, મંગીબેન રાઠવા બસ કંડકટર તરીકે નોકરી કરતા હતા. તેમની હત્યા થય ત્યારે તેઓ જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં બસ કંડકટર તરીકેની ફરજ નીભારી રહ્યા હતા. તેમના પતિનું નામ અમૃત રાઠવા હતું અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરી રહ્યા છે. બપોરના સમયે પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસ ભીખાપુરા પહોંચી હતી. ત્યારે પહેલેથી અમૃત રાઠવા ચોકડી પર રાહ જોય રહ્યો હતો. બસ આવી અને જેવા બસના પેસેન્જર ઉતરીયાએટલે તરતજ દોડીને બસમાં ચઢી ગયો અને મંગીને ચપ્પુના ઉપર-ઉપરી ઘા મારવા માંડ્યો. મંગીને ગળા, પગ પેટ અને ડાબા હાથની નસ પર છરીના ઘા મારયા અને ત્યાંથી ભાગ્યો.

હતીયા કરીને અમૃત રાઠવા ત્યાંથી ભાગ્યો પરંતુ લોકોએ તેને પકડી લધો. મંગીબેન રાઠવા કંડા ગામના હતા. તેમના પતી અમૃત રાઠવા સુરતમાં પોલીસની નોકરી કરે છે. ત્યાં મોજુદ લોકોએ પોલીસને બોલાવ્યા અને ત્યાર બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. અને પોલીસે મહિલાની હત્યા પાછળનું કારણ જાણવાનું હાથ ધર્યું.પરંતુ પતિએ કયા કારણોસર પત્નીની હત્યા કરી તે હજુ જાણવા મળ્યું નથી.

ડ્રાઈવર રમણભાઈએ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, ભીખાપુર પહોંચતાં જ બસ સ્ટેન્ડ આગળ બસ ઊભી રાખી હતી. ત્યારે તેમનું ધ્યાન આગળ હતું. જયારે તેમને પાછળ ફરીને જોયું તો કંડક્ટરને સીટ પર જ ચપ્પુના ઘા માર્યા હતા અને કંડક્ટર લોહીલુહાણ હતાં. ત્યાર બાદ તાત્કાલિક તેમને 108ને ફોન કર્યો 108 આવી તે પહેલાજ તેમનું મોત થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *