અમેરિકાથી અમદાવાદ આવેલી NRI ને સુપર માર્કેટ મોલના માલિકે પીંખી- આ રીતે વિશ્વાસ કેળવ્યો ને પછી…

ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેરમાં NRI મહિલા સાથે દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે દુષ્કર્મની…

ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેરમાં NRI મહિલા સાથે દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને તેને ધરપકડ કરી છે. મળેલી માહિતી અનુસાર પહેલા અંશ સુપર માર્કેટ મોલના માલિકે NRI મહિલાને ધંધામાં રોકાણ કરવાના બહાને મિત્ર કરી અને ત્યાર બાદ દુષ્કર્મ કરીને ધમકી આપી હતી.

અંશ સુપર માર્કેટ મોલના માલિકનું નામ જયેશ શુક્લા છે, તે હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેણે એક NRI મહિલાને ધંધામાં રોકાણના બહાને વિશ્વાસમાં લીધી હતી અને ત્યાર બાદ દુષ્કર્મ આચર્યું હતું. જયેશ શુકલા થલતેજમાં અન્સ સુપર માર્કેટ મોલના માલિક છે. સમગ્ર ઘટના એવી છે કે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક NRI મહિલાએ મોલના માલિક જયેશ શુકલા વિરૂદ્વ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

આરોપીએ  NRI મહિલાની એકલતાનો ફાઈડો લઈને દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ હતી. 2021 સર્જાયેલી આ ઘટનામાં મહિલાએ અનેક પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા હતા. તેમજ અનેક અરજીઓ કર્યા બાદ લાંબા સમય બાદ ફરિયાદ નોધવામાં અવી હતી. ફરિયાદ નોધાવતા મહિલાએ કહ્યું હતું કે, જયેશ શુક્લા ધમકી પણ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ મહિલાએ ન્યાય માટેની માંગ કરી છે. ત્યારે જયેશ શુક્લા વિરૂદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.

મળેલી માહિતી અનુસાર 1987માં NRI મહિલા અમેરિકા ગઈ હતી અને ત્યારબાદ 2011માં પતિ સાથે ભારત પરત આવી હતી. ત્યારબાદ તેઓ જયેશ શુક્લા સાથે 2019-20 માં ધંધામાં રોકાણ કરવાનાં બહાને પરિચયમાં આવી હતી. એજ સમયે મહિલાને પતિ સાથે મનદુઃખ ચાલતું હતું અને તેથીતે એકલવાયું જીવન જીવતી હતી.

ત્યારબાદ આરોપી જયેશ શુક્લાએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને ઠગાઈ તો કરી અને ઘરમાં ડોક્યુમેન્ટના બહાને આવીને દુષ્કર્મ આચર્યું હતું. NRI મહિલાને જયેશ શુક્લાએ અંશ સુપર માર્કેટ અને અન્ય કંપનીમાં રોકાણ કરવાના બહાને વિશ્વાસ કેળવ્યો હતો અને તેની નજર બગડતા આરોપી તેના ઘરે પહોંચ્યો હતો. આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું અને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. તેથી ગભરાયેલી મહિલાએ અનેક ધક્કા ખાધા બાદ પોલીસે ફરિયાદ નોધી આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *