મોટા સમાચાર: Paytmના CEO વિજય શેખરની પોલીસે કરી ધરપકડ- જાણો કારણ

Paytmના સ્થાપક વિજય શેખર શર્મા(Vijay Shekhar Sharma) કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. તાજેતરમાં, રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક(Paytm Payment Bank) પર નવા ગ્રાહકો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે અને હવે વિજય શેખર શર્માની પોલીસ દ્વારા ધરપકડ(Vijay Shekhar Sharma Arrest) કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે હાલ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, Paytmના સ્થાપક વિજય શેખર શર્માની દિલ્હી પોલીસે ગયા મહિને ધરપકડ કરી હતી. આરોપ છે કે તેણે દક્ષિણ દિલ્હીની ડીસીપી બેનિતા મેરી જેકરની કાર સાથે ટક્કર મારી હતી. આ પછી ડીસીપી ડ્રાઈવર દીપક કુમારે આ મામલામાં એફઆઈઆર નોંધાવી હતી, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને પણ છોડી દેવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપ છે કે વિજય શેખર શર્મા ઝડપથી અને બેદરકારીથી ગાડી ચલાવી રહ્યા હતા. આ ઘટના 22 ફેબ્રુઆરીના રોજ બની હતી. FIR અનુસાર, DCPના વાહનને દિલ્હીના અરબિંદો માર્ગ પર ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલની બહાર જગુઆર લેન્ડ રોવર સાથે ટક્કર મારી હતી. એવું કહેવામાં આવ્યું છે કે તેને Paytmના CEO ચલાવી રહ્યા હતા.

કેવી રીતે મારી ટક્કર?
ડ્રાઈવર દીપકે જણાવ્યું કે મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે ઘણો ટ્રાફિક હતો, તેથી કાર ધીમી કરી અને તેના પાર્ટનરને ટ્રાફિકમાં સાથ આપવા કહ્યું. ત્યારે બાજુમાંથી એક કાર આવી હતી અને તેને ટક્કર મારીને ભાગી ગયા હતો. તે વાહનનો નંબર હરિયાણાનો હતો, જેનો નંબર ડ્રાઈવરે લખ્યો હતો. એફઆઈઆર પછી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વાહન વિજય શેખર શર્માનું છે, જેના પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *