ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂ મળી આવતો હોય છે. ત્યારે આજે ફરી એક વખત અમદાવાના સરદારનગર વિસ્તારમાં દારૂની રેલમછેલ માટે લવાતા દારૂના જથ્થા સાથે એક શખ્સની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ ધરપકડ કરી છે. PCBની ટીમે રાજકોટ પાસિંગની કારનો ફિલ્મી ઢબે પીછો કરી તેની ધરપકડ કરી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને કાર અમદાવાદના સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવી રહી હતી.
પોલીસે આ ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે, PCBની ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ પાસિંગની (GJ 03 JC 0003) કારમાં દારૂનો જથ્થો રાજસ્થાન લાવવામાં આવી રહ્યો છે. જેથી દહેગામ રિંગ રોડ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમીવાળી કાર આવતા કાર રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જો કે કારચાલકે કાર રોકી ન હતી. PCBની ટીમે કારનો પીછો કર્યો હતો. પોલીસે કારને ઝડપી પાડી હતી પરંતુ કારચાલક ભાગી ગયો હતો.
હાલમાં પોલીસે 2 આરોપીઓ માંથી અશોક ઉર્ફે ધનધન મૌર્ય (રહે. સરદારનગર)ને ઝડપી લીધો હતો. કારમાંથી 1344 નંગ દારૂના ક્વાર્ટર 1.54 લાખ રૂપિયાનો દારૂ જેમાં 240 બિયરની બોટલ મળી આવી હતી. રાજસ્થાનના ભરત ઉર્ફે લંગડો ડાંગી, શકાજી, શૈલેષ જૈન, માનસિંગ મીણા પાસેથી દારૂનો જથ્થો લાવી અને સરદારનગર ફ્રી કોલોનીમાં રહેતા સુધીર તમંચેએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂ સહિત 6.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આમ કુલ 8.40 લાખ નો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP