સુરતમાં રાહુલરાજ મોલમાં ચાલતા સ્પા પર પીસીબીની રેડ: વિદેશી યુવતીઓ જડપાઈ

ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં વર્ક પરમિટ વિના કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી છે. શહેરનાં સ્પામાં વર્કપરમિટ વગર વિદેશી યુવતીઓ પકડાઇ હોય તેવી પ્રથમ ઘટના છે. પોલીસ કમિશનર આર.બી.બ્રહ્રભટ્ટના માર્ગદર્શન હેઠળ પીસીબીના પીઆઈ એસ.જે.ભાટીયાએ સ્ટાફ સાથે મંગળવારે રાત્રે રાહુલરાજ મોલના 13 સ્પામાં રેડ પાડી હતી. કેટલાક સ્પા બંધ હતા.

7 સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી 27 થાઇલેન્ડની યુવતીઓ ઝડપાઈ હતી. પીસીબીએ સ્પાના મેનેજરોની ધરપકડ કરી છે, માલિકોને ભાગેડુ જાહેર કર્યા છે. વધુમાં પીસીબીના સ્ટાફે જણાવ્યું કે વિદેશી યુવતીઓ વર્કમપરમિટ વગર રહેતી હોવાથી તેને પરત મોકલવામાં આવશે અને આ બાબતે વિદેશ મંત્રાલયને પણ જાણ કરાશે. હાલમાં વિદેશી યુવતીઓને સાક્ષી બનાવી છે. વિદેશ પરત મોકલવા પહેલા તેનું કોર્ટમાં નિવેદન પણ લેવડાવવામાં આવશે.

વિદેશી યુવતીઓને સરળતાથી મકાન ભાડે મળે છે

સામાન્ય રીતે એકલી યુવતીઓને મકાનમાં આપવામાં લોકો અચકાતા હોય છે. જો કે આ વિદેશી યુવતીઓ મકાનમાલિકોને તગડુ ભાડુ આપતા હોવાથી તેને મકાન સરળતાથી મળી જાય છે. પીસીબીએ જે થાઇલેન્ડની યુવતીઓને પકડી છે. તેમાંની મોટેભાગની યુવતીઓ મગદલ્લામાં ભાડેથી રહે છે. અન્ય બે-ત્રણ યુવતીઓ જ ભટારમાં રહે છે.

સ્પાનું નામ વોન્ટેડ માલિક પકડાયેલા મેનેજર
રિલેક્સ સ્પા મયુર ઇશ્વર સોલંકી નરેશ પાંચા પટેલ (હરિનગર, ઉધના)
ફોરસિઝન થાઇ સ્પા અમિષા પટેલ(પરવત પાટિયા) આકાશ ચમન પટેલ( પરવત પાટિયા)
બ્લુઆઇ થાઇ સ્પા દર્શન હિરપરા (હિરાબાગ) અભય અર્જુન સુરડકર અ્ને સુભાષ જાંગલુ(મગદલ્લા)
લા થાઇ સ્પા અરુણ કુમાર સુનિલ સિંગ સુરજસિંગ( પિપલોદ), વિક્કી મહાદેવ હિંગળે( હાઉસકિપર)
ગ્રીન થાઇ સ્પા નિલેશભાઇ અક્ષયપ્રકાશ કલસકર(ઉમરાગામ)
સી-સોર થાઇ સ્પા કરણ યાદવ(ઉધના હાઉસિંગ) મમતા વિજય વર્મા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *