સુરતમાં તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૦, મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે ઉમરા પોલીસ સ્ટેશન ઓડિટોરીયમ હોલમાં સુરત શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિનાં હોદ્દેદારો અને તાજિયા કમિટીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.આ બેઠક સુરત પોલીસ કમિશ્નર શ્રી અજય તોમર સુરત શહેરનાં મેયર શ્રી જગદીશ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.
સુરત શહેર ગણેશ સમિતિનાં અધ્યક્ષ શ્રી અનિલ બિસ્કિટવાલાએ ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ બતાવ્યું હતું અને હિંદુ-મુસ્લિમ ભાઈચારાની વિસ્તૃત ચર્ચા કરી હતી.તાજિયા અંગે સમિતિનાં શ્રી કદીર પીરજાદાએ વક્તવ્યમાં જણાવ્યું કે વર્ષોથી ઉજવાતા ગણેશ ઉત્સવ અને તાજિયા જુલુસ અંગે માહિતી આપી હતી.
ભૂતકાળમાં ભાઈચારાથી હિંદુ -મુસ્લિમ અગ્રણીઓ એ ખભે થી ખભા મિલાવીને તહેવારોની ઉજવણી કરી હતી.મેયરશ્રી એ સુરતનાં હીરાની ચમક અને કાપડ ઉધ્યોગ ની ચર્ચા કરી ઈતિહાસ વાગોળ્યો હતો.હિંદુ મુસ્લિમ કોમી એકતાની વાતો કરી હતી.પોલીસ કમિશ્નર શ્રી અજય તોમરે તેમના વક્તવ્યમાં તહેવારો દરમિયાન સમાજમાં શાંતિ અને કોમી એકતા બની રહે અને જાહેરનામાની ટૂંકમાં માહિતી આપી હતી.
સમિતિની બેઠકમાં ડે.મેયર શ્રી નિરવ શાહ,ડે.મ્યુનિ.કમિશ્નર શ્રી કમલેશ નાયક નાયબ પોલીસ અધિકારીગણ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ હાજર રહ્યા હતાં.તેમજ ભાજપ નાં શહેરના ટોચના અગ્રણીઓ અને કોગ્રેંસનાં નેતા હાજર રહ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews