YouTube માં બન્યો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ, કરોડો લોકોએ જોયો આ વિડીયો તમે જોયો કે નહીં…

એવું ભાગ્યે જ બને છે કે, કોઈ ગીત અથવા વિડિઓ યુટ્યુબ (YouTube) પર અપલોડ કરવામાં આવે અને આખું વિશ્વ તેને જોવા માટે પાગલ થઈ જાય.…

એવું ભાગ્યે જ બને છે કે, કોઈ ગીત અથવા વિડિઓ યુટ્યુબ (YouTube) પર અપલોડ કરવામાં આવે અને આખું વિશ્વ તેને જોવા માટે પાગલ થઈ જાય. પણ હવે આ વાત સાચી થઈ ગઈ છે. તે યુટ્યુબના ઇતિહાસમાં એક રેકોર્ડ બની ગયો છે, જે આજ સુધી કોઈ પણ કરી શક્યું નથી. યુટ્યુબ પર એક નવી વિડિઓ અપલોડ કરવામાં આવી છે. ફક્ત 24 કલાકમાં, આ ગીતને ઘણા લોકો દ્વારા જોવામાં આવ્યું છે કે, આ વિડીયોએ જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે. આ સમાચાર વાંચશો ત્યાં સુધીમાં આ ગીત બીજો મોટો રેકોર્ડ (Record) પણ બનાવી નાખશે.

24 કલાકમાં 100 મિલિયન વખત જોવામાં આવ્યો વિડિઓ
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરિયન પોપ-બેન્ડ BTS એ તેમનો નવીનતમ ટ્રેક Dynamite નો સંગીત વિડિઓ યુટ્યુબ પર અપલોડ (Upload) કર્યો. K-POP નો આ વીડિયો જે સમગ્ર વિશ્વના યુવાનોમાં ખૂબ પ્રખ્યાત થઈ રહ્યો છે, તેણે ફક્ત ચોવીસ કલાકમાં 100 મિલિયન વ્યૂઓનો એક અનોખો રેકોર્ડ (New Record on YouTube) બનાવ્યો છે. અત્યાર સુધીમાં સુધીમાં આ ગીત લગભગ 19 મિલિયન વખત જોવામાં આવ્યું છે. ચાલો તમને જણાવી દઈએ કે, આ પહેલા સૌથી વધુ યુટ્યુબ પર જોવામાં આવેલ વિડિયોનો રેકોર્ડ Blackpink ના નામે હતો. Blackpink નામનો આ વિડિઓ 24 કલાકની અંદર 86.3 મિલિયન લોકોએ જોયું હતું.

યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે કોરિયન પોપ સિંગર
કોરિયન પોપ બેન્ડ આખા વિશ્વના યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. યંગસ્ટર્સ આ કોરિયન બેન્ડ્સના ગીતો સાંભળે છે અને જુએ છે. નિષ્ણાતો કહે છે કે, કોરિયન પોપ-બેન્ડ BTS નું નવું ગીત ડાયનામાઇટ પહેલાથી જ હિટ થવાની ધારણા હતી. ખરેખર આ ગીતનો એક ટીઝર વીડિયો થોડા દિવસો પહેલા શેર કરવામાં આવ્યો હતો. આ ટીઝર યુટ્યુબમાં અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.

અત્યાર સુધી ડાયનેમાઇટ ગીતોને યુટ્યુબ પર 191 મિલિયન જોવાઈ મળી છે. 2020 MTV Video Music Awards માં બીટીએસ પહેલી વાર ટીવી પર ડાન્સ નંબર પરફોર્મ કરતો જોવા મળશે, જે 30 ઓગસ્ટના રોજ પ્રસારિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *