ખેતીના ખાનગીકરણ સામે આ ખેડૂતનેતા આવ્યા મેદાને

૨૦૧૪ થી ગુજરાત રાજ્યમા રાજ્ય સરકારની પુર્વ મંજુરી વગર કે આઈસીએઆરની એનઓસી વગર ગેરકાયદેસર રીતે ૩ ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ ચાલી રહી છે. તેમ છતાં તેની ઉપર શિક્ષાત્મક અને દંડાત્મક પગલા ભરવાને બદલે રાજ્ય સરકાર તેના પર અમીદ્રષ્ટી વરસાવીને હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક કારકિર્દી ઉપર પુર્ણ વિરામ મુકી રહી છે. ઉપરાંત આ ખાનગી કૃષિ યુનિવર્સીટી પ્રત્યે રાજ્ય સરકાર કૃપા કરી રહી છે.

સમગ્ર ગુજરાતનો કૃષિકાર, કૃષિ વિદ્યાર્થી, કૃષિ શિક્ષક, કૃષિ નિષ્ણાંત કે કૃષિ વૈજ્ઞાનિક કૃષિ યુનિવર્સીટીના ખાનગીકરણ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને વખોડી રહ્યા છે. આમ છતા કૃષિ યુનિના કાયદાને બદલી તમામ નિયમોનુ ઉલંઘન કરી ગુજરાત સરકારે તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ ૩ ખાનગી કૃષિ યુનિવર્સીટીને શરતી સૈધ્ધાંતિક મંજુરી પણ આપી દીધી છે. આમ રાજ્યની સરકારી કૃષિ યુનિવર્સીટીનુ સફળ માળખુ તોડવાની દિશામા રાજય સરકારે વલણ અખત્યાર કર્યુ છે તે સ્પષ્ટ જણાય છે.

કૃષિ યુનિવર્સીટીનુ ખાનગીકરણ કરવાની રાજ્ય સરકારની ક્રોનોલોજી સ્પષ્ટ છે એટલે રાજ્ય સરકાર સરકારી ચારેય કૃષિ યુનિવર્સીટી નબળી પાડવા માટે તેમા મહત્વની જગ્યાઓ જેવી કે વાઈસ ચાન્સેલર, સંશોધન વૈજ્ઞાનિક, પ્રિન્સિપાલ, વિભાગના વડાઓ જેવી ખાલી જગ્યાઓ ઉપર કાયમી ધોરણે નિમણૂક કરતી નથી. તેમજ મહત્વની ટેકનિકલ પોસ્ટની આજે ૬૦% જગ્યા ખાલી છે. તેમજ અનેક કૃષિ યુનિવર્સીટીના સંશોધન ફાર્મની જમીનો કોઇને કોઇ બહાના નીચે તેનો અન્ય ઉપયોગ કરી કે વેચી રહી છે. આમ આ બધી બાબતો સરકારી કૃષિ યુનિવર્સીટીનુ નામોનિશાન મિટાવી દેવા માટે પુરતી છે.

૨૦૧૪ થી ગુજરાતમા ગેરકાયદેસર રીતે ખાનગી કૃષિ યુનિવર્સીટી શરુ કરનાર ઉપર ૨૦૧૬ સુધી કોઇ પગલા ન લેવાયા અને કોઇપણ ધારાધોરણ વગર ૨૦૧૮ મા વિદ્યાર્થીઓનુ ભવિષ્ય જોખમમા મુકીને પહેલી બેચ પણ બહાર પડી, આમ આવી યુનિવર્સીટીના સંચાલકો જ કૃષિ ક્ષેત્રમા મોટુ દુષણ છે. જેની સામે રુપાણી સરકારની સરંડર છે.

૨૦૧૪​​ મંજુરી વગર ખાનગી યુનિવર્સીટીઓએ કૃષિ યુનિવર્સીટી શરુ કરી દીધી. ૨૦૧૬​ આણંદ કૃષિ યુનિવર્સીટીએ ધ્યાન દોર્યુ એટલે સરકારે માત્ર બંધ કરવાનો કાગળ લખ્યો પરંતુ આ સરકારી રહેમયુક્ત માફિયા સંચાલકો હતા તે સરકારનુ ન માન્યા. ૨૦૧૮​​ સરકારની અમીદ્રષ્ટી સાથે ગેરકાયદેસર રીતે જ પહેલી બેચ બહાર પણ પડી ગઈ.

૨૦૧૯ ​સરકાર કૃષિનગર યુનિવર્સીટીના ઉપકુલપતિની અધ્યક્ષતામા 10 સભ્યોની સમિતિએ ગેરકાયદેસર ખાનગી કૃષિ યુનિવર્સીટી વિરુધ્ધ રિપોર્ટ આપ્યો. (૦૯.૦૭.૨૦૧૯) જે સરકારની અપેક્ષાથી વિરુદ્ધનો હતો. એટલે કે, ૨૦૧૯ ​રાજ્ય સરકારે કૃષિ યુનિવર્સીટી એકટમાં ફેરફાર કરી સતા કૃષિ યુનિવર્સીટી પાસેથી પોતાના હાથમા લીધી.(૨૭.૦૮.૨૦૧૯)
૨૦૧૯ ​રાજ્ય સરકારે બીજી વાર ૩ સભ્યો ની સમિતિની રચના કરી. તે રિપોર્ટ ખાનગી યુનિવર્સીટીની તરફેણમા આપ્યો. (૨૫.૦૯.૨૦૧૯) પહેલો દસ સભ્યો વાળૉ રિપોર્ટ માન્ય ન રાખ્યો.

૨૦૧૯​ મુખ્યમંત્રીશ્રીના નિવાસે અધિકારીઓની બેઠક કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખાનગી કૃષિ યુનિવર્સીટી ઉપર પગલા ભરવાને બદલે ભર પેટ વખાણ પણ કર્યા. (૦૧.૧૦.૨૦૧૯)

૨૦૨૦ ​રાજ્ય સરકારે સરકારી ચારેય કૃષિ યુનિવર્સીટી ઉપકુલપતિશ્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો. ખાનગી કૃષિ યુનિવર્સીટી ઉપર પગલા ભરવાને બદલે તેમની ઉપર કૃપા અને જે ગેરકાયદેસર યુનિવર્સીટી માંથી પાસ આઉટ વિદ્યાર્થીઓ ઉપર સંવેદના અને સહાનુભુતિ વિચારણા શરુ કરો. (૧૫.૦૫.૨૦૨૦)

૨૦૨૦ ​૨૦૧૪ થી ચાલતી ખાનગી કૃષિ યુનિ ઓ રાય યુનિવર્સીટી,આરકે યુનિવર્સીટી, અને પારુલ યુનિવર્સીટી. ૨૦-૨૧ વર્ષથી સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. (૨૪.૦૭.૨૦૨૦) એક નિવૃત થતા અગ્ર સચિવએ આ કામ પાર પાડ્યું હતું.

આ છે રાજ્ય સરકારની ગુજરાતના કૃષિ ક્ષેત્રને બરબાદ કરવાની ક્રોનોલોજી, રાજ્ય સરકારને સીધો સવાલ છે કે ગેરબંધારણીય રીતે મંજુરી વગર ૫ વર્ષ આ ૩ ખાનગી કૃષિ યુનિવર્સીટીઓને ચાલવા કેમ દીધી? ખાનગી કૃષિ યુનિવર્સીટી ઉપર રાજ્ય સરકાર આટલી કેમ મહેરબાન? પગલા ભરવામા આટલી કેમ નબળી? આજે રાજ્યની સરકારી કૃષિ યુનિવર્સીટીમાં કોઇ ઘટ નથી, કોઇ તકલીફ નથી, કોઇ મુશ્કેલી નથી, કોઇ સમસ્યા નથી તેમ છતા ગુજરાતમા કૃષિ યુનિવર્સીટીમા ખાનગીકરણ કરવા રાજ્ય સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીને આટલો બધો ઉત્સાહ કેમ છે? અમારો આગ્રહ છે કે સમગ્ર ગુજરાતના કૃષિકાર, કૃષિ વિદ્યાર્થી, કૃષિ શિક્ષક,કૃષિ નિષ્ણાંત કે કૃષિ વૈજ્ઞાનિક અને રાજ્યની જનતાને મુખ્યમંત્રીશ્રી જવાબ આપે અને વિનંતી છે કે #कृषिनिजीकरणरोको. કારણ કે, ગેરકાયદેસર રીતે ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીના મળતીયા સંચાલકોને ખેતીની જમીન દફતરે કરાવવામા વચનબદ્ધ રાજ્ય સરકારની ચાલથી લીધેલા નિર્ણયોથી મહેસુલી ક્રાંતિના વચનો રાજ્યની જનતાને ન આપો.
-મનહર પટેલ (પ્રવક્તા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *