હવસખોરે પાર કરી હેવાનિયત- છ વર્ષના માસુમ બાળક પર દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં ભરી દીધા કાંકરા અને મરચા

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના આંધ્રપ્રદેશથી સામે આવી છે.

આંધ્રપ્રદેશના વિજયવાડામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આહિયા હેવાનિયતની તમામ હદો પર કરીને છ વર્ષના નિર્દોષ બાળક પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને ત્યારબાદ તેમના ગુપ્તાંગમાં કાંકરા અને મરચાં ભરી દીધા હતા.

મળતી માહિતી અનુસાર, આ ઘટના વિજયવાડામાં ઈબ્રાહિમપટ્ટનમ પોલીસ સ્ટેશન વિસ્તારના કોંડાપલ્લી ગામમાં બની હતી. 6 વર્ષનો બાળક રમવા માટે ઘરની બહાર આવ્યો હતો. ત્યાં રહેલા લોકોએ નિર્દોષ બાળકને નાસ્તો લાવી આપવાની લાલચ આપી અને બાદમાં તેને ખેતરમાં લઈ ગયો. ત્યાં આરોપીએ નિર્દોષ બાળક પર બળાત્કાર કર્યો. આ દરમિયાન પીડિત બાળક બેભાન થઇ ગયો.

મળતી માહિતી મુજબ, બાળક ભાનમાં આવ્યા પછી, કોઈક રીતે તેના ઘરે પહોંચ્યો. ત્યાં તેના માતાપિતાએ જોયું કે બાળકના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું છે. માતા પિતાએ બાળકની પૂછપરછ કરી, જ્યારે માતાપિતાએ તેનો પ્રાઇવેટ પાર્ટ ચેક કર્યો ત્યારે તેમાંથી મરચાં અને કાંકરા બહાર આવ્યા.

તમને જણાવી દઈએ કે પોલીસે નિર્દોષો પર ક્રૂરતાના કેસમાં આઈપીસીની સંબંધિત કલમોમાં એક અજાણ્યા આરોપી સામે કેસ નોંધ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસ હજુ સુધી આરોપીની ઓળખ કરી શકી નથી. પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીએ નિર્દોષો સાથે ક્રૂરતા કરી છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. જે કોઈ છે તે છટકી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *