ગુજરાતમાં નર્મદા પાસે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 14 ગામોના શહેરીકરણ નોટિફિકેશનનો વિરોધ કરવામાં આવ્યો છે. હાલમાં કેવડિયા આદિવાસી સંગઠન દ્વારા રાજપીપળામાં સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓ દ્વારા નોટિફિકેશન રદ કરવાની માંગણી સાથેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ વિરોધ પ્રદર્શનમાં આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાની સાથે આદિવાસી મહિલાઓ પણ જોડાઇ છે.
મળતી માહિતી પ્રમાણે, એટલું જ નહિં આદિવાસી સંગઠનોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સંબોધન કરી ટ્વીટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આદિવાસીઓની સમસ્યા પ્રત્યે ભારત સરકાર આંખ આડા કાન કરે છે. ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ આદિવાસીઓ અને ભારત સરકારની વચ્ચે મધ્યસ્થી બની આદિવાસીઓને ન્યાય અપાવે તેવી માંગણી આદિવાસી સંગઠને કરી છે.
ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જીકુ તડવીની આગેવાનીમાં અસરગ્રસ્તોને પારણા કરાવ્યા બાદ પણ એમની માંગણીઓ મુદ્દે કાઈ થયું ન હતું.હવે એ જ જીકુ તડવીને ગુજરાત સરકારે ખોટો અસરગ્રસ્ત જાહેર કર્યો હતો એમની જ આગેવાનીમાં સરકારે પારણા કરાવ્યા હતા.જેણે તે સમયે પારણા કર્યા હતા એ લોકો ખરેખર સરકાર સાથે છે પણ અસરગ્રસ્તોની સાથે નથી.13 ગામોના અસરગ્રસ્તો અત્યારે પણ પોતાની માંગણીઓ મુદ્દે મક્કમ છે.એ તમામ લોકો આંદોલનમાં અમારી સાથે જ છે.તેમણે ગુરુવારે જિલ્લા કલેકટર પાસે સરકારે જો માંગણીઓ પુરી કરી હોય તો એના પુરાવાઓ માંગ્યા હતા.ખરી અસરગ્રસ્તોની લડાઈ તો એ લોકો લડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.