નશામાં ભાન ભૂલ્યો દારૂડિયો, લોકોએ એકઠા થઈને જમીન પર પછાડી પછાડીને માર્યો ઢોર માર- જુઓ વિડીયો

સુરતમાં અવારનવાર લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવતી હોય છે. જયારે આ અસામાજિક તત્વોને કોઈ પોલીસનો ડર ન હોય તેવી રીતે ખુલ્લે આમ દાદાગીરી ચલાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના સુરત જીલ્લાના વરેલી ગામમાંથી સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વરેલી ગામમાં નાસ્તાની લારી ચલાવી રહેલા નાસ્તાવાળા પાસે બે ઈસમો નાસ્તો કરવા માટે આવ્યા હતા. જયારે આ સમય દરમિયાન ઈસમો અને લારીવાળા સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. નાસ્તો કરવા આવેલ લુખ્ખા તત્વોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. લુખ્ખા તત્વો દ્વારા ચપ્પુ વડે લારીવાળા ઉપર હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

લારી ચલાવનારના કહ્યા અનુસાર, માલ્યા અને શુભમ નામના બે યુવકો નાસ્તો કરવા માટે લારી પર આવી પહોચ્યા હતા. ત્યારે આ સમય દરમિયાન બંને યુવકોએ લારી પર જ દારૂ પીવાનું શરુ કરી દીધું હતું. બંને યુવકોએ દારૂ પીધા બાદ તેમણે નાસ્તા માટે સમોસાની માંગણી કરી હતી. નાસ્તો કર્યા બાદ તેમણે લારીવાળા યુવકને કહ્યું હતું કે, તમારા સમોસા સારા નથી. નાસ્તાની લારીવાળા યુવકે જવાબ આપતા કહ્યું કે તમારી પાસે જો સમોસા સારા ન હોય તો તમે સમોસાના પૈસા ન આપતા. દારૂના નશામાં ભાન ભૂલેલા ઇસમોએ લારીવાળાને સામે જવાબ કેમ આપે છે એમ કહીને તેમના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

નાસ્તાની લારી પર નશાના ધુતમાં આવેલા બંને યુવકોએ લારી ચાલક પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી. વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, લારીવાળા પર નશાની હાલતમાં અસમાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સ્થાનિકોના કહેવા અનુસાર આ યુવકોએ વરેલી ગામમાં આજ પ્રકારે આતંક ફેલાવી રહ્યા છે. આ યુવકો સાંજના સમયે દારૂ પીને નશાની હાલતમાં લોકો સાથે મારામારી કરતા હોય છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આવા લુખ્ખા તત્વો સમગ્ર વિસ્તારમાં પોતાનું ગુંડારાજ જમાવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *