સોશિયલ મીડિયા પર રોજ કોઈને કોઈને વિડિયો વાયરલ થતા હોય છે. કોઈ વીડિયો દિલને સ્પર્શી જાય છે તો કોઈ વિડિયો આંખમાં આસું લાવે છે. આજે આપણે એક એવાજ વિડિયો વિષે ચર્ચા કરીશું. આજે પણ આપના દેશમાં કરોડોની સંખ્યામાં ગરીબો છે. એવા પણ ઘણા વ્ય્કરી છે કે જેની પાસે રહેવા માટે ઘટ પણ હોતું નથી.
આવા પરિવારના બાળકો નાનપણ થી સંઘર્ષ કરતા જોવા મળે છે. બાળકો નાનપણ થી જ પોતાની ભૂખ મિતાવા માટે મજુરી કામ કરે છે.આજે આપણે એક એવાજ બાળક વિષે વાત કરીશું. આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિઓ જોઇને તમે ચોક્કસ ભાવુક થઈ જશો. આ વિડિયોમાં એક બાળક ના પીઠ પર એક બાસ્કેટ બાંધેલું છે અને તેમાં રમોકડા છે.
બાળક પોતે વરસાદમાં પલી રહ્યો છે અને એક કાગળ વડે પોતાના રમોક્દાને પાણીથી બચાવીને વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે અચાનક સ્કૂટી પર એક વ્યક્તિ આવે છે અને બાળક પાસેથી ઘણાં રમોકડા ખરીદી કરે છે અને 200 રૂપિયા આપે છે, ત્યારે બાળક પાસે પરત આપવા માટે છુટા પૈસા હોતા નથી તેથી આ વ્યક્તિ કહે છે, ‘રાખી લે, તું મહેનત કરી રહ્યો છે’. અને ત્યારે બાળક ના ચહેરા પર જે સ્મિતે આવે છે એ જોઇને તમારું રડ્ય પણ ભાવુક થશે.
बाप गरीब हो तो बेटे जल्दी बड़े हो जाते हैं 🥺💔 pic.twitter.com/rfZJM5ewks
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 16, 2022
આ વિડિયો ટ્વિટર પર @Gulzar_sahab નામની ID પરથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવું છે, “પિતા ગરીબ હોય તો પુત્ર જલદી મોટો થાય છે”. માત્ર 30 સેકન્ડના આ વીડિયો એ 1 લાખ 64 હજારથી વધુ વખત જોવાયો છે.
અને 16 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કરી છે. અલગ-અલગ કોમેન્ટ્સ પણ આપી છે. કોઈક એ આ વિડિયોને ખૂબ જ ઈમોશનલ સીન કહ્યો તો કોઈએ ‘આજના જીવનમાં ક્યાંક ને ક્યાંક માનવતા જીવંત છે’ એમ કહ્યું. અને એક યુઝરે લખ્યું છે કે, ‘ગરીબી વ્યક્તિને તેની ઉંમર પહેલા વૃદ્ધ બનાવે છે’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.