જીવનને સરળતાથી અને આરામદાયક રીતે પસાર કરવા માટે દરેક પોતાની યથાશક્તિ અનુસાર મહેનત અને પ્રયત્ન કરે છે. પેલી કહેવત છે ને કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. મતલબ કે જો તમારે માન સન્માન મોભો મેળવવો હોય તો પૈસા કમાવવા ખુબજ જરૂરી છે. ઘણી વખત એવુ પણ થાય છે કે અથાગ મહેનત કરવા છતા ધાર્યુ પરિણામ મળતું નથી ત્યારે આપણે જયોતિષ શાસ્ત્ર કે આપણા ધાર્મિક ગ્રંથોનો સહારો લઈએ છીએ.
આપણા બે મહાકાવ્ય રામાયણ અને મહાભારતમાં આ અંગે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. રામચરિત માનસ એટલે કે રામાયણમાં એવા લોકો વિષે જણાવવામાં આવ્યું છે જેમની પાસે પૈસા નથી ટકતા. અને એ તો તમે જાણો જ છો કે, હિંદુ ધર્મમાં રામાયણ કે રામ ચરિત માનસને જીવન જીવવાનો આધાર ગણવામાં આવે છે. રામાયણ આપણને દરેકને જીવવાની સાચી દિશા દેખાડે છે. અને એ જ રામચરિત માનસમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘણા લોકો પાસે ધન કેમ નથી રહેતું?
જાણકારી માટે જણાવી દઈએ કે, રામાયણ મુજબ જે લોકો લાલચુ છે, તેમની પાસે ક્યારેય ધન નથી રહેતું. લાલચ ખરાબ ભાવ છે. એટલા માટે તમારે સુખી રહેવા માટે લાલચ છોડીને તમારા ધર્મનું અનુસરણ કરવું જોઈએ.
રામાયણ અનુસાર જેમનો જીવન સાથી યોગ્ય નથી, તેમની પાસે પણ લક્ષ્મી ક્યારેય નહિ ટકતી. જે લોકો પોતાના જીવન સાથીને દગો આપે છે, તેની પાસે લક્ષ્મી ક્યારે પણ રહેતી નથી. જો તમે એમ કરો છો, તો તમારા ઘરનું સત્યાનાશ થઇ જાય છે.
એ સિવાય રામાયણ મુજબ જે ઘરમાં કેફી પદાર્થોનું સેવન કરવામાં આવે છે, ત્યાં ક્યારેય લક્ષ્મીજી વાસ નથી કરતા. એટલા માટે જો તમારી અંદર પણ એવી કોઈ ખરાબ ટેવ છે, તો અત્યારે જ છોડી દો, જેથી માં લક્ષ્મીની કૃપા તમારા ઉપર હંમેશા જળવાઈ રહે.
રામાયણ મુજબ અહંકારી વ્યક્તિ પાસે ધન ક્યારે પણ રહી શકતું નથી. જો એવા કોઈ વ્યક્તિ પાસે ધન છે તો તે ખુબ જલ્દી ખલાસ થઇ જશે. ધનને પોતાની પાસે રાખવા માટે માણસે અહંકારનો ત્યાગ કરવો પડશે. આમ હંમેશા સત્યનો સાથ આપવો જરૂર જણાય ત્યાં સત્ય માટે લડી લેવું જે પણ કમાણી કરો તેનો ચોથો ભાગ હંમેશા સત્કાર્ય પાછળ વાપરવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.