હિન્દુ ધર્મમાં વાંદરો ને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેને પૂજવામાં પણ આવે છે. પરંતુ અમુક એવા વાહિયાત માણસો જે માણસાઈ ભૂલીને શરમજનક ન કરવાના કામ કરે છે. આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે. હાલમાં થોડા દિવસો થી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં અમુક લોકો વાંદરા સાથે ન કરવાના કામ કરી રહ્યા છે. આ ઘટનામાં વાંદરાને ખાવાની લાલચ આપીને તેને સુતળી બોમ પકડાવી દે છે. અને બોમ્બ ફાટવાથી વાંદરાના હાથમાં ગંભીર ઈજા થાય છે. અને આ ઘટનાનો તે શરમજનક લોકો આનંદ માણે છે. આટલું જ નહીં પરંતુ વાંદરાના હાથમાં ભારે ઈજા થયેલી હોવા છતાં વીડિયોમાં આ વ્યક્તિઓ જોર જોરથી હસી રહ્યા છે.
તેની સાથે જ વાંદરાની ઘણી ફોટો સોશિયલ મીડિયા અને ફેસબુક પર અપલોડ કરવામાં આવી, જેમાં ચોખ્ખેચોખ્ખું દેખાય છે કે વાંદરાને ઘણી બધી પીઝા થયેલી જોવા મળે છે. ખાવાની લાલચમાં વાંદરો શોધતો હતો, અને વેફર ના પેકેટ ની જગ્યાએ પેકેટ માં બોમ્બ નાખીને વાંદરા પાસે ફેંકી દે છે, આવી ખરાબ માનસિકતા વાળા વ્યક્તિઓ અહીં જોવા મળે છે.
આ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ નાખીને કહ્યું કે: ” સર્વ પ્રથમ તો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો. અને પ્રાર્થના કરો કે આ વાંદરાને જલ્દીથી સારું થઈ જાય. દુનિયાની તમામ માણસાઈ પર આ એક કલંક છે. વાંદરાઓને તો ભગવાન હનુમાન નું સ્વરૂપ માનવામાં આવે છે તો આની સાથે આવું કેમ ?”
આ વીડિયો અને ફોટા જોઈને બધા જ લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને 140000 થી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે, અને 6220 હજારથી વધુ લોકોએ આ વીડિયો શેર કર્યો છે.
જે સંસ્કૃતિમાં વાંદરાઓને ભગવાનનો દરજ્જો મળ્યો છે તે જ સ્થળે આ શેતાન રૂપે માણસો બેઝુબાન વાંદરાઓ સાથે ન કરવાની ઘટના કરી રહ્યા છે અને વિડિયો પણ વાયરલ કરે છે. તો આવા લોકોને ભગવાન કદી માફ ના કરે તેવી આપણે ભગવાને પ્રાથના કરીયે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.