થોડા દિવસો પહેલા જ ગુજરાત પર તાઉતે વાવાઝોડા રૂપે એક મોટું સંકટ આવ્યું હતું. આ તાઉતે વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા ખરા ગામડાઓ ખુબ જ નુકસાન થયું છે. ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું ખુબ નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને ભારે અસર થઈ છે. જ્યારે સૌથી વધુ કેરી અને નાળિયેરના પાકને પણ નુકસાન થયું છે. કેટલાક લોકોના કાચા મકાનો અને ઝુપડા પણ ઉડી ગયા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 69,429 વીજ થાંભલા તૂટી ગયા છે જેને કારણે વિજ પુરવઠો ઠપ થઇ ચુક્યો છે.
તાઉતે વાવાઝોડાને કારણે અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારોમાં ખુબ મોટું નુકસાન થયું છે. જ્યાં અનેક વીજ થાંભલાઓ પડી જતા સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. જેને લીધે લોકને મોબાઈલ ફોન ચાર્જ કરવાની મુશ્કેલી ઉભી થઇ છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં રાજુલા પોલીસ દ્વારા લોકોને સહાયરૂપ થવા માટે પોલીસ સ્ટેશનમાં જ ફોનને ચાર્જ કરવાની અનોખી સેવા શરુ કરવામાં આવી છે.
જેના વિશે રાજુલા પોલીસ ઇન્સ્પેકટર ઝાલા જણાવતા કહે છે કે, તાઉતૈ વાવાઝોડાની માઠી અસરને કારણે વીજળીના અભાવને લીધે ઘણા ગામડાઓમાં પાણી પુરવઠો અને વીજપુરવઠો ખોરવાયો છે. હાલમાં જ રાજ્યના પોલીસ વડા એવા આશીષ ભાટીયાની મુલાકાત સમયે આ પ્રકારની સમસ્યાઓ ધ્યાને આવતા તેઓએ તરત જ ડીજીસેટ ફાળવ્યું હતું. જેને લીધે આજે લોકોને એક પણ પૈસો ચૂકવ્યા વગર ફોન ચાર્જ કરવાની સેવા આપી રહ્યા છીએ. એક સાથે ૨૦ કરતા વધુ ફોન એક ચાર્જ થઇ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ આ સુવિધાનો લાભ રાજુલાના શહેરીજનો બહોળા પ્રમાણમાં લઇ રહ્યા છે.
રાજુલાના રહેવાસી એવા સત્યજીતભાઈ જણાવતા કહે છે કે, રાજુલામાં છેલ્લા કેટલાય દિવસોથી વીજપુરવઠો ખોરવાતા લોકો પોતાના મોબાઈલ ફોન ચાર્જ ન કરી શકવાના કારણે કોઈ વ્યક્તિનો સંપર્ક થઇ શકે તેમ ન હતો. ત્યારે આવા સમયમાં રાજુલા પોલીસ દ્વારા આ સુવિધા ઉભી કરવામાં આવી જેને લીધે બહારગામ રહેતા અમારા સગા સબંધી સાથે સંપર્ક કરી શક્યા. રાજુલા પોલીસની આ સેવા ખુબ જ વખાણવા લાયક છે.
તાઉતૈ વાવાઝોડાને લીધે અમરેલી જીલ્લાના જાફરાબાદ, રાજુલા અને સાવરકુંડલાના કેટલાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોની ઝુપડીઓ, કાચામકાનો અને ઘર વખરી પલળી જવાને લીધે લોકોને ભોજનની મુશ્કેલી સર્જાઈ હતી. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં રાજુલા પોલીસ દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન પહોચાડવાનો આરંભ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.