હાલમાં જયારે ભગવાન શિવને અતિપ્રિય શ્રાવણમાસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આજે ગઈકાલે એટલે કે 27 ઓગસ્ટનાં રોજ નાગપંચમીની ઉજવણી સૌ કોઈએ કરી હતી. આ દિવસે શ્રદ્ધાળુઓ નાગદેવતાની પૂજા-અર્ચના કરે છે. રાજસ્થાનમાં આવેલ શેખાવાટી વિસ્તારનાં ચુરૂમાં લોકો ઝેરી સાપ સાથે રમવાનો શોખ ધરાવે છે.
સાંભળવામાં ભલે આ અટપટું લાગે પણ આ 100% હકીકત છે. ઝેરી સાપ સાથેનો આ લગાવ લોક દેવતા ગોગાજીમાં તેમની અસીમ આસ્થાને લીધે રહેલો છે. અહીં ગોગાજીના જાગરણમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. જાગરણમાં પારંપરિક વાદ્યો યંત્રો, ઢોલ તેમજ મંજીરાના ગગનભેદી અવાજની સાથે ભજનોની પ્રસ્તુતિ કરાય છે. ભક્તો ગોગાજીના જયકારની વચ્ચે સાપને હાથમાં લઈ ઢોલ-મજીરાની ધુન ઉપર નૃત્ય પણ કરે છે.
ગુરુવારની રાત્રે પણ જિલ્લા મુખ્યાલયની શિવ કોલોનીમાં આયોજીત રાત્રી જાગરણનો આવો જ નજારો જોવા મળ્યો હતો. રાભર ચાલેલા જાગરમાં ગોગાજીના લોકગીતોની સાથે લોકો નૃત્યને લોક સંસ્કૃતિને સાર્થક કરી બતાવી છે. જાગરણ વખતે બાળકો કોઈપણ પ્રકારના ભય વિના નાગને હાથમાં લઈને રમત રમતા હોય છે.
મોતના પર્યાય મનાતા નાગની સાથે કેટલાક બાળકો રમતા રમતા સેલ્ફી લેતા દેખાતા હોય છે. એવું માનવામાં આવે છે કે, ગોગાજી પ્રત્યે લોકોમાં આસ્થા રહેલી છે. તેમનું માનવું છે કે, ગોગામેડીમાં ધોક લગાવ્યા પછી કોઈપણ સાપ કોઈને પણ નુકસાન પહોંચાડતો નથી.
ગોગાજીને સાપના દેવતાના રૂપમાં પૂજવામાં આવે:
લોકમાન્યતા પ્રમાણે ગોગાજીને સાપના દેવતાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. સમગ્ર જિલ્લામાં ભાદ્રપદ માહમાં ગોગા મેડિયોમાં ગોગાજીના નિશાનની સાથે જાગરણનું આયોજન કરવામાં આવે છે. એવી લોક માન્યતા રહેલી છે કે, સર્પદંશથી પ્રભાવિત વ્યક્તિને જો ગોગાજીની મેડી સુધી લાવવામાં આવે તો સર્પ વિષથી મુક્ત થઈ જાય છે.
રાજસ્થાનના લોક દેવતા તથા હિન્દુ મુસ્લિમ એક્તાના પ્રતીક સમાન જાહરવીર ગોગાજીના જન્મોત્સવ નિમિત્તે ભાદ્રપદ માસની કૃષ્ણની નવમીએ જિલ્લા મુખ્યાલયનાં ઐતિહાસિક ગોગામેડીમાં વાર્ષિક મેલેનું આયોજન કરવામાં આવે છે પણ કોરોના સંક્રમણને લીધે ગયા વર્ષે મેળાનું આયોજન થયું ન હતું.
વીર ગોગાજી ગુરુગોરખનાથના પરમ શિષ્ય હતા:
અહીં નોંધનીય છે કે, વીર ગોગાજી ગુરુગોરખનાથના પરમ શિષ્ય હતા. તેમનો જન્મ વિક્રમ સંવત 1003માં ચુરુ જિલ્લાના દદરેવા ગામમાં થયો હતો. સિદ્ધ વીર ગોગાદેવનું જન્મસ્થળ ચુરુ જિલ્લાના દદરેવામાં આવેલ છે. અહીં ભક્તો તથા તમામ ધર્મ અને સંપ્રદાયના લોકો માંથુ ટેકવા માટે દૂર-દૂરથી આવતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.