ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત અચાનક આવી હતી. જેણે બધાને ચોંકાવી દીધા હતા. પીએમ મોદી સાથે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત પણ હાજર હતા. અહીં આર્મી, એરફોર્સના અધિકારીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમીનની વાસ્તવિકતા વિશે માહિતી આપી હતી. ચીનની સરહદ પર મે મહિનાથી તનાવ છે.
3 જુલાઈના રોજ એટલે કે, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક લદ્દાખની મુલાકાતે પહોંચ્યા હતા. સવારે 9.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તેમના લદ્દાખના સમાચાર મળી રહ્યા છે. આ દરમિયાન મોદી નીમૂ ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યા હતા. સેના, વાયુસેના અને ITBPના જવાનોને મળ્યા હતા. ફરી ગલવાનમાં ઘાયલ થયેલા જવાનો સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી.
Dhoni once had his meal in that conference hall.
Well played #ModiRocksChinShocked ?#MunnaBhaiMBBS pic.twitter.com/f17ctO2MT5— Jeremiah Ebenezar (@Jeremy04_04) July 4, 2020
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીમૂ ફોરવર્ડ પોસ્ટ પર પહોચીને ITBPના જવાનોને મળ્યા હતા. આ અંગે હાલમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખેંચતાણમાં 69 વર્ષના મોદીની તુલના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કરાઈ રહી છે. મનમોહન 2005માં લદ્દાખ ગયા હતા. ત્યારે તે સિયાચિન પર જનારા દેશના પહેલા વડાપ્રધાન હતા. ત્યારે તેમની ઉંમર 73 વર્ષની હતી. એક વખત તેમની બાયપાસ સર્જરી પણ થઈ હતી.
હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વાતની ખુબ જ મજાક થઈ રહ્યો છે. મોદી લેહમાં જે હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને મળ્યા હતા. તે શું સાચ્ચે જ હોસ્પિટલ જ હતી? સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવ્યા હતા કે, હોસ્પિટલ નથી કોન્ફરન્સ રૂમ હતો અને મોદીની મુલાકાત માટે સૈનિકોને ત્યાં શિફ્ટ કરાયા હતા. જો કે, આર્મીએ આ દાવાઓને ખોટા ગણાવ્યા હતા.
#MunnaBhaiMBBS actual hospitals vs PR exercises ! pic.twitter.com/Z2WbAd9Pya
— Gandhi (@AbdealiHathi) July 4, 2020
સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ મુદ્દા અંગે આર્મીનું કહેવું છે કે, જ્યાં સૈનિકોને રાખવામાં આવ્યા છે, તે હોસ્પિટલનો ઓડિયો વિઝ્યુઅલ હોલ જરૂર છે, પણ કોરોનાના કારણે તેને પહેલાથી જ ક્રાઈસિસ એક્પાન્શન ફેસિલિટી હેઠળ આઈસોલેશન સેન્ટરમાં બદલી દેવાયું હતું. ગલવાન અથડામણ પછી સૈનિકોને સીધા અહીંયા જ લવાયા હતા. ત્યારથી તે અહીંયા ભરતી હતા.
Once an actor, always an actor… ????????????#MunnaBhaiMBBS pic.twitter.com/dw3Gj7Td8o
— Mithilesh Barman (@MithileshBarma3) July 4, 2020
સોશિયલ મીડિયામાં મોદી VS મનમોહન પર ચર્ચા કેમ થઈ રહી છે, ચાલો 4 પોઈન્ટમાં સમજીએ
1) એ ટ્વિટ જેનાથી ખેંચતાણ શરૂ થઈ
સોશિયલ મીડિયામાં આ વાતની જાણ ટ્વિટર પર ગીતી વી નામના હેન્ડલ પરથી શુક્રવારે રાતે એક ટ્વિટ કરાયું હતું. જેમાં લખ્યું હતું કે, એક એ પીએમ(મનમોહન સિંહ) હતા જે લદ્દાખ પહોંચીને આપણા સૈનિકોને મળ્યા. તેમની ઉંમર મોદીથી થોડી વધુ હતી. તેમની પાસે કેમેરામેનની ટીમ નહોતી જે એમની આવી મુલાકાત ટીવી પર ટેલિકાસ્ટ કરી શકે, જ્યારે તેમણે લદ્દાખમાં ઘુસણખોરી કરી તો ચીનીઓને પાછળ ધકેલી દીધા હતા.
This was a PM who went to Ladakh to meet our troops.
He was older than Modi is today, and he never needed to wear a military outfit, parka, imported sunglasses or take a camera crew with him to telecast his visit on TV.He made the Chinese withdraw when they intruded in Ladakh pic.twitter.com/3trwbK1r7X
— Geet V (@geetv79) July 3, 2020
2) બીજુ ટ્વિટ શનિવારે સવારે કરાયું
જયારે ગીતા વીએ શનિવારે બીજુ ટ્વિટ કર્યું હતું. આ બીજા ટ્વિટમાં તેમણે લખ્યું કે, 2005માં ડો.મનમોન સિંહ 12000 ફુટ ઊંચાઈ પર સિયાચિનમાં જનારા પહેલા વડાપ્રધાન બન્યા હતા. એ વખતે તેમની ઉંમર 73 વર્ષની હતી અને કાર્ડિયક બાયપાસ સર્જરી થઈ હતી. ત્યાં કોઈ મીડિયા સર્કસ નહોતું.
3) કેમેરો નહોતો તો ફોટો ક્યાંથી આવ્યો?
અને ત્યાર બાદ ટ્વિટ ઉપર દરેક લોકો કોમેન્ટ કરવા લાગ્યા હતા. ટ્વિટ ઉપર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, મેડમ ફોટો કેમેરા વગર શું સેટેલાઈટથી લેવાયો છે. બીજા યુઝરે લખ્યું કે, અચ્છા આ વડાપ્રધાન હતા, તો પછી જે રાહુલ ગાંધીએ જાહેરમાં મંચ પર તેમના દ્વારા લવાયેલા વટહુકમને ફાડ્યો હતો એ કોણ હતું, સુપર વડાપ્રધાન.
This was a PM who went to Ladakh to meet our troops.
He was older than Modi is today, and he never needed to wear a military outfit, parka, imported sunglasses or take a camera crew with him to telecast his visit on TV.He made the Chinese withdraw when they intruded in Ladakh pic.twitter.com/3trwbK1r7X
— Geet V (@geetv79) July 3, 2020
4) મનમોહનની સર્જરી 2005માં નહીં 1990માં થઈ
એક યુઝરે ગીત વીને ટેગ કરતા લખ્યું કે, કૃપિયા કરીને ખોટું બોલવાનું બંધ કરો. મનમોહન સિંહની બાયપાસ સર્જરી 1990માં થઈ અને 2004માં સ્ટેન્ડ મુકાયું હતું. બીજી બાયપાસ સર્જરી 2009માં થઈ હતી. તમારા સોર્સને તપાસો. એ સિયાચિન 2005માં ગયા હતા. એક અન્ય યુઝરે ગીતા વીને આડે હાથે લેતા, મીડિયા સર્કસનું નામ આપ્યું.
હાલમાં #MunnaBhaiMBBS ના હેશટેગ થઈ રહ્યું છે
આપ પાર્ટીની નેશનલ સોશિયલ મીડિયા ટીમમાંથી આરતીએ ટ્વિટ કરીને લખ્યું કે, આ દેશની સાથે છેતરપિંડી છે, ફોટો પડાવવા માટે કોન્ફરન્સ રૂમને હોસ્પિટલમાં ફેરવી દેવાયો. સાથે જ એક અન્ય યુઝરે લખ્યું કે, હોસ્પિટલમાં શૂટિંગ માટે સેટ અપ તૈયાર કરવો પડે છે. હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોના બેડ આવી રીતે નથી ફેરવાઈ જતા. હોસ્પિટલ સાથે જોડાયેલા અલગ અલગ ટ્વિટમાં હેશટેગ સાથે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ટ્વિટ કરાઈ રહ્યું છે.
देश से इतना बड़ा धोखा ?
Conference room converted into a Hospital for a Photoop of PM Modi’s Visit to Leh ? #MunnaBhaiMBBS pic.twitter.com/Zuec8WhCf3— Aarti ? (@aartic02) July 4, 2020
હોસ્પિટલ પર સવાલ ઉઠવાના બે કારણ છે. પહેલું ત્યાંની સ્થિતિ. જે હોલમાં ઘાયલ સૈનિક દાખલ છે, ત્યાં કોઈ પ્રકારની ચિકિત્સીય સુવિધાઓ દેખાઈ રહી નથી. બીજી તરફ એ ફોટો જેમાં એ હોલમાં સેનાના જવાન છે અને નાસ્તો કરતા જોવા મળી રહ્યા છે. આ બન્નેને આધાર બનાવીને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. લોકો દાવો કરી રહ્યા છે કે પીએમ મોદી જે હોસ્પિટલમાં ગયા ત્યાં ન તો કોઈ મેડિકલ ઈક્વિપમેન્ટ હતું, ન ઓક્સિજન સિલેન્ડર અને ન તો કોઈ વેન્ટીલેટર. એક અન્ય યુઝરનું કહેવું છે કે આ મોદીનો ભારત માટે માસ્ટર સ્ટ્રોક છે, ચીન માટે નહીં. આ માણસ ફરી એક વાર દેશના પીએમ બનવા લાયક છે.
-Not a single medicine table
-Not a single doctor explaining the condition of patients
-No bandages
-No Drips
-Not a single Oxygen Cylinder etc etc
Master stroke by Modi to India not china???
This person deserve’s to b again Pm of India????#MunnaBhaiMBBS pic.twitter.com/hzhirpw8HA— Faisal Naik (@FaisalNaik16) July 4, 2020
સોશિયલ મીડિયા પર ફેલાયેલી હોસ્પિટલ અંગેની અફવાનો જવાબ આપતા ઈન્ડિયન આર્મીએ પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. આર્મીનું કહેવું છે કે, જ્યાં સૈનિકોને રાખવામાં આવ્યા છે, તે હોસ્પિટલનો ઓડિયો વિઝ્યુઅલ હોલ જરૂર છે, પણ કોરોનાના કારણે તેને પહેલા જ ક્રાઈસિસ એક્સપાન્શન ફેસિલિટી હેઠળ આઈસોલેશન સેન્ટરમાં ફેરવી દેવાયો હતો. ગલવાનમાં અથડામણ બાદ ઘાયલ સૈનિકોના સીધા અહીંયા લાવવામાં આવ્યા હતા. ત્યારથી તે અહીંયા દાખલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news