બેંગાલુરુના બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમાં બંગાળના વાઘનો સફારી વાહન ખેંચવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દોઢ મિનિટના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે બંગાળનો વાઘ પાછળથી કાર ખેંચતો જોવા મળે છે. કેટલાક લોકો પણ આ કારમાં બેઠા છે. વાઘ કારને ખેંચવા માટે એટલી તાકાત લગાવી રહ્યો છે કે, કારનો પાછળનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.
આ વીડિયો મોના પટેલ નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વિડિઓમાં તમે જોઈ શકો છો કે, વાઘ કેવી રીતે તેના પંજા વડે વારંવાર કારને ખેચી રહ્યો છે. તે પોતાની તમામ શક્તિથી વાહનને પાછળ ખેંચી રહ્યો છે. વાહન પણ ઝડપથી આગળ વધ્યું અને પાછળની તરફ આવ્યું. એક બાજુથી ખેંચ્યા પછી, વાઘ કારની બીજી તરફ જાય છે અને ફરીથી પંજા સાથે કારને પાછળ ખેંચવાનું શરૂ કરે છે. તે પછી તમે જોશો કે, બીજો વાઘ દૂરથી ધીમેથી કાર તરફ આવી રહ્યો છે.
Tiger pulling tourist vehicle in Bannerghatta park , Bengaluru
?
Recieved on whatsapp pic.twitter.com/TfH8mAiN2b— Mona Patel (@MonaPatelT) January 15, 2021
તમને જણાવી દઈએ કે, આ વીડિયો બેંગલુરુના બન્નેરઘટ્ટા નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો છે. આ વિડિઓ ક્લિપ્સ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં આ વિડિઓ 7 હજારથી વધુ વખત જોવામાં આવી છે. આ વીડિયોમાં ઘણી લાઈક આવી છે અને લોકો વીડિયો પર ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ લખ્યું, “એક વિચિત્ર બચ્ચા જેવો લાગે છે.” બીજાએ લખ્યું, “ગઈકાલે તે દિપડો હતો, હવે તે વાઘ છે.. શું થઈ રહ્યું છે?” ત્રીજા વપરાશકર્તાએ લખ્યું, “આ ખૂબ શક્તિશાળી છે.” તો એકએ લખ્યું, “100 હોર્સપાવર 1 ટાઇગરપાવરની બરાબર છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle