પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકની બ્રેક ફેઈલ થતા સર્જાયો ભયંકર અકસ્માત, રસ્તા વચ્ચે ઉભેલા લોકો…- જુઓ શોકિંગ વીડિયો

અવારનવાર અનેક અકસ્માત(Accident)ના કિસ્સાઓ આપણી સમક્ષ આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેનો વિડીયો જોઇને બે ઘડી માટે…

અવારનવાર અનેક અકસ્માત(Accident)ના કિસ્સાઓ આપણી સમક્ષ આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે જેનો વિડીયો જોઇને બે ઘડી માટે તમારા શ્વાસ થંભી જશે. અકસ્માતનો આ વિડીયો સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહારાષ્ટ્ર(Maharashtra)ના ભિવંડી(Bhiwandi)માં એક ભયંકર અકસ્માત કેમેરામાં કેદ થઇ ગયો છે. અહીં એક બેકાબૂ ટ્રકે રોડની બાજુમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ખતરનાક અકસ્માતમાં નજીકમાં ઉભા યુવકોનો આબાદ રીતે બચાવ કરવામાં આવ્યો હતો. જીવ બચાવવાની કોશિશમાં નાની મોટી ઈજાઓ થઈ હતી.

આ હૃદયદ્રાવક અકસ્માતની ઘટના 3જી ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેમાં કેટલાક લોકો સાંકડા રસ્તા પર રોડની બાજુમાં ઉભા જોવા મળી રહ્યા છે. અચનાક જ એક ટ્રક પુરપાટ ઝડપમાં આવે છે અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો સાથે જોરદાર જીતે અથડાઈ છે.

ભિવંડી પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માત ISBB વિસ્તારમાં ફ્રેન્ક હોસ્પિટલની બહાર સર્જાયો હતો. ડ્રાઈવરનું કહેવું છે કે, ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને વાહનની સ્પીડ વધારે હોવાને કારણે આ ખતરનાક અકસ્માત સર્જાયો હતો. જો કે, પોલીસ દ્વારા ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે જે વિસ્તારમાં દુઘર્ટના બની ત્યાં મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *