સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત રહેલો છે. સમગ્ર વિશ્વમાં લાખો લોકોના મોત આ મહામારીને કારણે થઈ ચુક્યા છે. ભારતમાં પણ આ મહામારીને લીધે ઘણાં લોકોને પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા અંદાજે 77 લાખને પાર થઈ થઈ છે.
જેનો અર્થ એ થાય છે કે, કોરોના વાયરસમાં હજુ પણ સતત વધારો થઈ રહ્યો છે. આ વાયરસની સામે રક્ષણ મેળવવાં માટે હાથ ધોવા તથા મોં પર ફરજીયાતપણે માસ્ક પહેરી રાખવું જોઈએ. જેમાં કોઈપણ જાતની જો ઢીલાશ વર્તવામાં આવે તો તે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે.
જો તમને પણ લાગતૂ હોય કે, મોં પર માસ્ક પહેરવું સાવ નકામું છે તો આ વીડિયો એકવાર જોઈ લો. આ શાનદાર વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં જોવા મળી રહ્યું છે કે, હવે તમને સમજાયું, માસ્ક પહેરો. અત્યાર સુધીમાં કુલ 2,35,000 થી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક સર્જિકલ માસ્કને ઝૂમ કરતા માલૂમ પડે છે કે, એમાં કોરોના વાયરસ કઈ રીતે રોકાઈ રહે છે તથા માસ્કને લીધે આપણે તેનાથી રક્ષણ મેળવી શકીએ છીએ. જેથી આપણે મોં પર હમેશા માસ્ક પહેરી રાખવું જોઈએ.
Does it make sense now? Wear a mask! pic.twitter.com/j481NefwsQ
— Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 21, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle